હે કાન્હા!
હે કાન્હા!મારાં સુખ નું કારણ છે તું ,
હે કાન્હા!મારાં દુઃખ નું મારણ છે તું . હે કાન્હા!મારી આંખ નો ચિતાર છે તું ,
હે કાન્હા!મારાં દિલ ની ગિતાર છે તું .
હે કાન્હા!મારાં વનવગડા નો મોર છે તું ,
હે કાન્હા!મારાં ચિત્તડા નો ચોર છે તું .
હે કાન્હા!મારા લલાટે લખ્યો લેખ છે તું ,
હે કાન્હા!મારા માટે તો એકનો એક છે તું ,
હે કાન્હા!સીધાં માણસ નો ભગવાન છે તુ,
હે કાન્હા!વાંકા માણસ માટે શેતાન છે તું ,
હે કાન્હા। મારાં ઘર નો ગોવાળ છે તું,
હે કાન્હા!મારા ઘર નો રખેવાળ છે તું .
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment