આસ જનમાવી ગયો

ભલે સંબંધ  ખોટી  આસ  જનમાવી  ગયો
પછી  સંજોગ સાચી  વાત સમજાવી  ગયો
બળેલો  દીવડો  સાચો  હતો   ઉંજણ નથી
બળીને   વાટથી   ઉજાશ   પ્રસરાવી   ગયો
મળે  જો  ભેદ   છૂપો  ભૂખરા   અવકાશનો
ખજાનો  શોધતા સૌ ને એ  અકળાવી ગયો
ભલેને   જિંદગી    ટૂંકી   હશે   યાદો   તણી
મળેલી  એક  પળથી આંખ  છલકાવી ગયો
સમય  આજે મળ્યો તારો   રહે   એવું  નથી
થયો   બે-ધ્યાન  પાસાઓને  પલટાવી ગયો

નરેન્દ્ર ત્રિવેદી (ભાવનગર)

Leave a comment