ચતુરાઈ
એક માળીને એક ફુલ સાથે પ્રેમ થઈ ગયો . એ ફુલને પણ માળીનો પ્રેમ અને કાળજી ગમતી. થોડો સમય પસાર થયો. માળીને બીજા ફુલો સાથે લગાવ વધવા લાગ્યો. હવે માળીએ પહેલા ફુલ પરથી પોતાનું મન નવા ફુલો પર ફેરવી લીધું. માળી હતો હોંશિયાર. તેણે વિચાર્યું કે કંઈક એવું કરું જેને લીધે પહેલું ફુલ પણ બગીચામાંથી નીકળી જાય અને પોતાનો વાંક પણ ના દેખાય. એણે હોશિયારી વાપરી પહેલાં ફુલની કાળજી લેવાની બંધ કરી દીધી. ધીમે ધીમે એ ફુલ કરમાઈ ગયું. સુકાઈને ડાળી પરથી ખરતાં પહેલાં એટલી જ પ્રાર્થના કરી કે માળીએ એને જે આપ્યું એનું બમણું માળીને મળજો. અને એક છેલ્લા નિસાસા સાથે એ ખરી પડ્યું.માળી મનોમન ખુશ થયો કે આ સુકાઈને ખરી પડવા સુધીમાં ક્યાંય પણ એનો હાથ કોઈને ના જણાયો.
———–
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment