થઈ ગયો

હૃદયને થોડો ઘાત થઈ ગયો,
ધબકારા વધ્યા ને આઘાત થઈ ગયો.

થોડો ધીમો પણ જાજો પ્રેમ થઈ ગયો,
શ્વાસોમાં શ્વાસનો રણકાર થઈ ગયો.

પ્રેમ વિશ્વાસ થઈ ગયો,
જાણે જિંદગીનો અહેસાસ થઈ ગયો.

તારું મળવું જાણે યાદગાર કિસ્સો થઈ ગયો,
આંખો મળી જાણે પ્રેમનો એતબાર થઈ ગયો.

સપનાઓમાં જાણે તારો ઇઝહાર થઈ ગયો,
તારું મારું મળવું જાણે એક અધ્યાય થઈ ગયો.

જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment