દરેકે ભંડારો કેમ ન ખાવા જોઈએ?

ભંડારો, ધર્મ અને આપણે


મોટાભાગના લોકોની આદત હોય છે કે જ્યાં ક્યાં ભંડારો દેખાય ત્યાં તરત જ પ્રસાદ સમજીને ખાઈ લે છે. એટલું જ નહીં, કેટલાક લોકો તો પૉલિથિનમાં ભરીને ભંડારાનો પ્રસાદ ઘરે પણ લઈ જાય છે. પરંતુ શાસ્ત્રો અને વિદ્વાનો કહે છે કે ભંડારાનો પ્રસાદ દરેક માટે યોગ્ય નથી…

ધાર્મિક માન્યતા મુજબ ભંડારો એ ગરીબ લોકો માટે યોજાય છે, જેમને દિવસમાં એક વેળાનું ભોજન પણ ઠીકથી નસીબ થતું નથી. આવા સમયે જો આર્થિક રીતે સમર્થ લોકો ભંડારાનું ભોજન લે છે તો તે તેમના પર પાપ સમાન ગણાય છે, કારણ કે તે રીતે તેઓ કોઈ ગરીબનો હક મારતા હોય છે. જે ભોજન તમે ખાઈ રહ્યા છો તે કોઈ ગરીબની ભૂખ શાંત કરી શકે છે. પરંતુ તમારા લાલચના કારણે તે ભોજન તેને મળતું નથી. માન્યતા છે કે આવું કરનાર પર પાપ ચડે છે…

સૌથી મોટી વાત તો એ છે કે એ ભંડારામાં તમારા જવાનો કે ખાવાનો શું ઔચિત્ય છે…??? જે ભંડારમાં તમારો કોઈ આર્થિક કે ભૌતિક ફાળો ન હોય, કે આયોજક તમારો કટુંબ, સગાપણું કે મિત્ર મંડળીનો ન હોય…

કમાલની વાત તો એ છે કે જ્યારે કેટલાક લોકો ભંડારમાં મનો ક્વિન્ટલ સાગ-પુરી વહેંચતા હોય છે, ત્યારે શહેરના ઘણા અનાથાલય, કુષ્ઠ આશ્રમ અને ગુરુકુલોમાં રહેતા લોકો પાતળી દાળ કે શાક અને ભાત ખાઈને સંતોષ માનતા હોય છે…

સાથે જ આ ભંડારોમાં જે લોકો ખાય છે તેમાંના 50% થી વધુ લોકોના ઘરમાં તેમનું ભોજન તૈયાર જ હોય છે, જે પછી કચરાપેટીમાં કે જાનવરોને નાખવું પડે છે…

ભંડારા જરૂરિયાતમંદો માટે હોવા જોઈએ. ભંડારાનો પ્રસાદ તમે જરૂરિયાતમંદ હો ત્યારે જ લો. કોઈ ફાળો આપ્યા વગર ભંડારાનું ભોજન કરવું એ એક પ્રકારનું ઋણ છે.

મજબૂરીમાં ભંડારું ખાવું પડે તો શું કરવું?

જો તમને મજબૂરીમાં ભંડારાનું ભોજન કરવું પડે તો ત્યાં દાન-પુણ્ય કર્યા વગર ન આવવું જોઈએ. જો તમારા પાસે પૈસા ઉપલબ્ધ ન હોય તો ત્યાં સેવા આપો. ગરીબોને ભોજન ખવડાવવામાં મદદ કરો અને તેમના વાસણો ઉઠાવીને યોગ્ય જગ્યાએ મૂકો. તમારી ક્ષમતા પ્રમાણે દાન-પુણ્ય કરવાથી તમને પણ પુણ્યફળ મળે છે.

ભંડારાનું ભોજન કેમ ન કરવું?


માન્યતા છે કે જો આર્થિક રીતે સમર્થ વ્યક્તિ ભંડારાનું પ્રસાદ ખાય છે તો તેના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે. કામકાજમાં નિષ્ફળતા મળે છે. બીજાના હકનું ભોજન લેવાના દોષથી તમારી આર્થિક સ્થિતિ પર પ્રભાવ પડે છે. ઘરમાં માત્ર અન્નનો અભાવ જ નથી થતો પરંતુ માતા લક્ષ્મી પણ રિસાઈ જાય છે. આ માટે સમર્થ લોકોએ ભંડારાનું ભોજન લેવાનું ટાળવું જોઈએ.

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના હિસ્સાના ચણા મિત્ર સુદામાએ ખાઈ લીધા હતા ત્યારે તેમને ગરીબીનું જીવન જીવવું પડ્યું, કારણ કે તેમણે બીજાનો હક માર્યો હતો. ભલે આ ભૂલ બાલ્યાવસ્થામાં થઈ હતી, પરંતુ તેમ છતાં તેમને તેનો ભોગ ભોગવવો પડ્યો. તે જ રીતે કોઈ અન્ય મનુષ્યના હિસ્સાનું ભોજન લેવુ એ પાપ સમાન છે. તેથી આવી ભૂલ ક્યારેય ન કરવી…!!

સુચિતા રાવલ

Leave a comment