નવલકથા ~
ઋણાનું બંધન ( ભાગ – 2 )


  સરિતા બારણું ખોલે છે, મહારાજજી હોય છે અને સાથે વસુબહેન પણ હોય છે.
વસુબહેન:    મહારાજજી, જમવાનું અહીં મૂકી દો અને બાકી રહેલું કામ જઈને પતાઓ. હું આવું છું.

બેટા, સરિતા ફ્રેશ થઈ ગઈ ? અમર ક્યાં છે?મારે તમારા બંન્ને સાથે વાત કરવી છે.

સરિતા:  મા, તેઓ નહાવા ગયા છે, તમે બેસોને. કાંઈ ચિંતા છે? 
      (અમર ત્યાં સુધીમાં આવે છે )
અમર:  અરે મા તમે? અમને કીધું હોત અમે નીચે આવી જાત, તમે તકલીફ શું કામ લીધી?

વસુબહેન: વાંધો નહીં બેટાં, તમે પણ તો થાક્યા હશો, તો થયું લાવ હું જ મળતી આવું.

સરિતા તે  જે નિર્ણય લીધો છે બેટાં એ ખરેખર કાબિલે તારીફ છે પણ, એમાં જો કોઈએ સૌથી વધારે સહન કરવું પાડશે તો એ તારે જ છે બેટાં. કેમકે, નિશા અમરને પોતાનાં પિતા મને છે અને પુત્રી બાપથી વધું સમય સુધી નારાજ ણ રહી શકે.હિમ્મ્ત તારે રાખવી પાડશે. નિશા કયારેક નારાજગી તારું અપમાન પણ કરી નાંખે તો બેટાં એનાં પર ગુસ્સે થવાને બદલે એને સમજાવવાનો પ્રયત્ન કરજો.પ્રેમથી બધું હાંસિલ થશે.હા હું દરેક બાબતમાં તારી સાથે જ છું. બાકી તો તમે બંન્ને ખૂબ જ સમજદાર છો, મારે તો બસ એટલુંજ કેહવું હતું કે, નિશાના બાળમાનસ પર કોઈ એવી અસર ન પડે કે જેનાથી તેનું ભવિષ્ય ખોરવાય અને તમારા બંનેના લગ્નજીવન પર એની અસર પડે.

સરિતા: માં તમે બિલકુલ સાચું કહો છો, પણ તમે ચિંતા ન કરશો હું નિશાની બધી વાતો માનીને તેને એક વાત માનવવવાનો પ્રયત્ન કરીશ.એનાં બોલ્યાનું કાંઈ માઠું નહીં લગશે મને, અને મને પૂર્ણ વિશ્વાસ છે કે એક દિવસ  નિશાનું મન જરૂરથી બદલાઈ જશે.

વસુબહેન: મને તમારા બંન્ને પર પૂરો ભરોસો છે, હવે, તમે બંન્ને જમીને આરામ કરો.કાલે સવારે વેહલા પણ તો ઉઠવાનું છે, તારે પૂજા કરવાની છે અને રસોઈ પણ તારે જ બનાવવાની છે.

સરિતા: (હસીને ) જી માઁ, હું બધું જ સંભાળી લઈશ.

વસુબહેન આટલું કહીને સુવા માટે જાયઃ છે અમર અને સરિતા બંન્ને જમીને આખી રાત તેમનાં ભૂતકાળની વાતોને વાગોળે છે અને બધી યાદો તાજી કરે છે.એમ, વાતોંમાંને વાટોમાંજ તેમની મધુરજની પસાર કરે છે.

      ************************************

સરિતા અને અમર સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખતા હોય છે બંન્ને ભણવામાં હોંશિયાર હોવાથી એકબીજાનાં સારા મિત્રો પણ હોય છે અને કોલૅજકાળ માં બંન્નેની મૈત્રી પ્રેમમાં પરિણમે છે. અમર શ્રીમંત પરિવાર સાથે જોડાયેલો એકનો એક દિકરો હોય છે. પેહલાથી જ નક્કી હોય છે કે પિતાના વારસાગત ધન્ધામાં જોડાવાનું છે, માટે આગળના અભ્યાસ અર્થે તે વિદેશ જાય છે અને જતાં પહેલાં સરિતાને વચન આપતો જાય છે,કે આવીને તેમનાં સબંધની જાણ તેનાં પરિવારને કરશે. સરિતાને અમર પર પૂર્ણ વિશ્વાસ હોય છે.

સરિતા એક સામાન્ય યુવતી હોય છે અને તેનાં પછી બે નાની બેહનો અને એક નાનો ભાઈ હોય છે, પિતા એક કારખાનામાં નોકરી કરતાં હોય છે પણ એક એક્સીડેન્ટ ને કારણે હવે કામ કરી શકે તેમાં નહોતા, ઘેર બેઠાં બને તેટલું કામ કરતાં, માતા પણ ઘરે સીવણ કામ કરતી. સરિતા નાના મોટી નોકરી કરતી, ટ્યૂશન કરતી અને આમ ગુજરાન ચાલતું. ભવિષ્યમાં ઘરની જવાબદરી દેખીતી રીતે જ સરિતા પર હતી, અમર ને પણ આ બાબતની સંપૂર્ણ જાણ હતી અને તે પણ એનો સાથે આપવા તૈયાર હતો.

સમયનું ચક્ર ફરતું જાય છે, સરિતા પોતાનું બી. એ.બીએડ પૂરું કરીને, એક શાળામાં નોકરી શરૂ કરે છે અને સાથે સાથે સરકારી નોકરીની તૈયારી પણ શરૂ કરે છે.આ બાજુ અમર પણ પોતાનું ભણવાનું પતાવીને વિદેશથી પરત ફરે છે, અને નક્કી થયાં મુજબ પોતાનાં પિતાના ધંધામાં જોડાય છે.સરિતા અને અમર દૂર હોવા છતાં પણ એકબીજાનાં સંપર્કમાં હોય છે પણ કુદરતને કદાચ બીજું કંઈક મંજુર હોય છે, કે તેમનો આ સંપર્ક હંમેશ માટે તૂટી જવા સુધીની પરિસ્થિતિ ઉભી થાય છે.

અમર પોતાનાં પિતાને પોતાની અને સરિતાના સંબધની વાત કરે તે પહેલાતો તેનાં પિતા અશોકભાઈ જ તેમને શોધેલી તેમનાં કુટુંબને સમકક્ષ કુટુંબની તેમનાં મિત્રની એકની એક ખુબજ સુંદર એવી માયાની વાત તેને જણાવે છે અને એટલુંજ નહીં પોતે વચનથી પણ બંધાઈ ચૂક્યાં છે તે પણ જણાવે છે.છતાં અમર પોતાની વાત રાજુ કરે છે અને પિતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ વ્યર્થ, અંતે એક પિતાના નિર્ણય સામે એક દીકરાને સંજોગોવસાત નમવું પડે છે.અને છેવટે સમજવાનો વારો સરિતાનો આવે છે.ઘરની પરિસ્થિતિ, પોતાનાથી નાના બે ભાઈ બહેન, અને પોતાનાં શ્યામવર્ણને કારણે બીજી જગ્યાએથી પણ સરિતા માટે લગ્નની નાં આવ્યા કરે છે, અને સરીતાં પોતાનાં માતા પિતાની સેવા, અને ઘરની સંપૂર્ણ જવાબદારી સંભાળી લે છે અને પરિસ્થિતિનો સ્વીકાર કરતાં પોતે જ લગ્ન નહીં કરવાનો નિર્ણય લઇ લે છે.  એક દાવાનળ સળગીને ઓલવાય જાય અને બળતું ચાલુ રહે તેમ સરિતા કયારેક મનમાંને મનમાં રડ્યા કરે છે, પણ અમરની યાદો સિવાય તેનો કોઈ સહારો ન હતો.મન રડતું હોય અને ચેહરા પર હાસ્ય રાખવાનું તો કોઈ સરિતા પાસેથી જ શીખે.
અને અહીં મજબૂરીમાં અમર અને માયાનાં લગ્ન સંપન્ન થાય છે.શ્રીમંત અને ગરીબ પરિવારની સરખામણીમાં પ્રેમ હોમાઈ જાય છે અને અંદરોઅંદર ત્રણ જિંદગીઓ દાવ પર લાગી જાય  છે.

                   *********************

અમર અને સરિતા પોતાની મધુરજની ભૂતકાળની યાદોને વાગોળીને અને ભવિષ્યનું આયોજન કરવામાં જ પસાર કરે છે.પાંચ વાગ્યાનું એલાર્મ વાગે છે, સરિતા ન્હાઈ ધોઈ, તૈયાર થઈને નીચે આવે છે, અમર ફ્રેશ થઈને કોમ્પ્યુટર પર પોતાનું કામ કરવાં બેસે છે.

સરિતા પહેલાં પૂજાની તૈયારી કરીને પછી રસોડામાં આવીને રસોઈની બધી તૈયારી કરી દે છે.વસુબહેન ઉઠીને આવે છે,અને સરિતાને હરખભેર તૌયારીમાં પરોવાયેલી જોઈને, મનોમન વિચાર કરે છે અને એક હાંશકારો અનુભવે છે કે પોતાનાં પછી પણ ઘરની પરંપરા જળવાઈ રહેશે.

સરિતા: અરે, મા તમે ઉઠી ગયા, જોઈ લો અહીં બધું મેં તૈયાર કરી દીધું છે અને પૂજારૂમમાં પણ મેં બધી તૈયારી કરી દીધી છે તમે જોઈ લો, હજી કંઈક બકી હોય તો હું કરી દઉં.

વસુબહેન: નાં બેટાં, મેં જોઈ લીધું બધું બરાબર છે, લીલાંબેન અને તારાં બાપુજી પૂજારૂમમાં  જ બેઠાં છે તું ચાલ પેલા પૂજા કરી દઈએ.
( બધાં પૂજારૂમમાં આવે છે, અમર પણ ત્યાં સુધીમાં આવિ જાય છે, સરિતા સુંદર રીતે પૂજા કરે છે અને પોતાનાં મધુર અવાજમાં આરતી અને ભજન ગાય છે. વસુ બહેન, લીલાબહેન અને અશોકભાઈ તો આ જોઈને ખુબ ખુશ થાય છે)

અશોકભાઈ વિચારે છે કે મેં માત્ર સુંદરતાને પ્રાધન્ય આપ્યું, આટલી સરસ છોકરી ને મેં નકારી દીધી હતી.

સરિતા દરેકને પ્રસાદી આપે છે. અશોકભાઈની તંદ્રા તૂટે છે.

અશોકભાઈ: બેટાં, મને માફ કરીદે મેં તને જોયા પહેલાજ તારાં માટેનો ખોટો નિર્ણય લઇ લીધો હતો.

સરિતા: બાપુજી, એ બધું હવે ભૂલી જાઓ, જે થઈ ગયું તે નહીં વિચારો જે થશે તે સારૂ જ થશે. બસ આજના શુભ દિવસે તમારા આશીર્વાદની જ જરૂર છે.

સરિતા ફરીથી રસોડામા આવે છે.અશોકભાઈ અને વસુબહેન વાતો કરે છે કે,
અશોકભાઈ: વસુ, મેં સુંદરતા જ જોઈ, પણ નમ્રતા એ સદ્ગુણોનો પાયો છે હું એને ભૂલી ગયો. મેં એક મોકો આપ્યો હોત અમર અને સરિતાને તો સારૂ થાત.

વસુબહેન: હા તમે સાચું જ કહો છો, માયાએ પણ આ ઘર માટે ઘણું કર્યું છે, તે પણ દૂધમાં સાકર ભળે તેમ આ ઘરમાં ભળી  ગઈ હતી.પણ એકવાર એક ઘરમાંથી તરછોડાયા પછી એ જ ઘરમાં કોઈના સંતાન માટે ખુશીથી ભળી જવું અને એ પણ એ જાણ હોવા છતાં કે એ સન્તાન એને સ્વીકારશે કે કેમ?આ એક સ્ત્રી જ કરી શકે છે.

(આ સાંભળીને અમરને તેની પસન્દ ઉપર જાણે ગર્વ થાય છે. )

સૌ ડાઇનિંગટેબલ પર નાસ્તા માટે ગોઠવાય છે, નિશા તૈયાર થઈને નાસ્તો કરવાં આવે છે. સરિતા તેને પ્રેમથી બોલાવે છે.

સરિતા: આવ, નીશા બેટાં, બેસ નાસ્તો તૈયાર છે કરી લે તારે સ્કૂલે જવાનું મોડું થતું હશેને, હું તારું લંચ પેક કરી દઉં.

નિશા: મારે નાસ્તો નથી કરવો, નાની તમે મારાં માટે લન્ચમાં બટાકાં પૌઆ બનાવી દો હું એજ લઇ જઈશ.

વસુબહેન: લંચમાં પુરી-શાક, દાળ-ભાત અને કંસાર બની ચૂક્યાં છે, એ જ લઇ જાઉં પડશે.

નિશા: પણ દાદી મારે…

નિશાને અટકાવતાં,…
વસુબહેન: કીધુંને એકવાર, દરેક માટે જમવાનું અલગ નહીં બને, લઇ જાઉં હોય તો લઇ જા નહીં તો લંચ નહીં મળે.

નિશા એમ જ ચાલી જાય છે…
સરિતા: મા જવા દોને, એ ભૂખી ચાલી જશે…

વસુબહેન: કોઈ વાંધો નહીં, આ ઘરમાં બધાં માટે એક જ સરખું ભોજન બને છે, બાળક છે તો શું થઈ ગયું? એની દરેક જીદ થોડી પુરી થઈ શકે?  આવી જશે ધીમે- ધીમે… તું ચિંતા નાં કરીશ.

આરીતે રોજેરોજ નાની નાની વાતોમાં નિશા સરિતાની અવગણના કર્યા કરતી અને નિશા તેને બાળકનું ભોળપણ સમજીને જતું કરી દેતી. અને તેનાં મનમાં પોતાની માતા તરીકેની છબી કંડારવામાં કોઈ કસર રાખતી નહીં. પણ નિશા હજી સુધી તેનો સ્વીકાર કરી શકી ન હતી.

સમય જતાં નિશા અમર માટેનો ખેદ તો દૂર થઈ ગયો હતો પણ સરિતા હજી માત્ર અમરની પત્ની જ હતી તેનાં માટે, સરિતા નિશાને કોઈ ખોટું ન લાગે તેનું પૂરેપૂરું ધય્ન રાખતી તેનાં માટે થઈને તેણે અમર સાથે લગ્ન પછી ફરવા જવાનું પણ ટાળ્યું હતું. અને જાહેરમાં પણ અમર સાથે ઓછી જ વાતો કરતી ખાસ કરીને જયારે નિશા અમર સાથે વાતો કરતી હોય તયારે, અમરથી દૂર જ રહેતી.. અમર પણ આ બાબતે તેને  સાથ આપતો…

                                                (ક્રમશ:)

( જુઓ આગળનાં ભાગમાં, સરિતાના પ્રયત્નો રંગ લાવે છે કે કેમ, નિશાના બાળમાનસમાં સરિતા માતા તરીકેના રંગો ભરી શકે છે કે કેમ….. )

                                          તન્વી શુક્લ

Leave a comment