શિર્ષક:- ધર્મ શબ્દ શું છે?


ધર્મ શબ્દ વિષય ઉપર મને જાણવાં સમજવાં અને લખવાનો વિચાર આવ્યો, જેથી વાંચન  ચિંતન મનન મંથન સાથે વિશેષમાં શોધ કરવાથી જાણવાં મળ્યું કે – ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાનાં ધૃ ધાતું પરથી ઉતરી આવેલ શબ્દ છે, જેનો અર્થ “ધરવું” અથવા “જાળવી રાખવું” થાય છે. વિશાળ અર્થમાં, ધર્મ એ નૈતિક વ્યવસ્થાને દર્શાવે છે, જે બ્રહ્માંડ અને માનવ જીવનનાં ક્રમને નિયંત્રિત કરે છે. ધર્મ એક જીવનશૈલી છે. જે સત્ય નૈતિકતા અને જ્ઞાન તરફ દોરી જાય છે. આધ્યાત્મ  વિચારધારકો પોતાનાં સુઝબુઝ અક્કલથી ધર્મની વ્યાખ્યા નું તારણ કાઢી તેમની રીતે કરતાં હોય છે. સાચાં ધર્મનો પ્રચાર પણ એક માનવ સેવાની શ્રેણીમાં આવે છે. જે જાણીને સમજવું માણવું અને જીવનનાં પ્રેક્ટીકલમાં અનુસરવું એ તેથી પણ મહાન છે. પરંતુ બની બેઠેલાં ખોટાં આધ્યાત્મ સંદેશ વાહકો ધર્મનાં પ્રચારનાં પ્રચારકો પોતાની ઓળખાણ એક શ્રેષ્ઠ જ્ઞાની પ્રવક્તા તરીકે પ્રતિનિધિત્વ ધરાવી જયારે ભક્તોને, સાધકોને, શિષ્યોને ગેરમાર્ગે દોરવું… એ મોટામાં મોટું પાપ અને ધર્મનું અપમાન છે. કારણ ધર્મનો સંદેશ એક છે અને ઈશ્વરનો સંદેશ એક છે. સંપ્રદાય અલગ હોઈ શકે છે. અલગ અલગ જ્ઞાતિનાં સામાજિક વ્યવહાર અલગ હોઈ શકે છે પણ ધર્મ સંદેશ નો મતલબ ક્યારે બદલાતું નથી. એ આપણે સમજવું રહ્યું. ધર્મ સંદેશને નહીં સમજીશું તો ઘરમાં અશાન્તિ વ્યવહારિક જીવનમાં સ્નેહ સંબંધોમાં અસંતોષ તથા વિશ્વમાં ક્યારેય પણ શાંતિ સ્થાપિત નહીં થઈ શકશે .

 ઈશ્વર એક છે. ઈશ્વરની રચનાં સાથે આપણે બધાં એમનાં બાળક કહેવાઈએ… એમ માનવ ધર્મ પણ એક છે, અને માનવ ધર્મનાં સિદ્ધાંત પણ બધાં માટે એક જ લાગું પડે છે. તો પણ એકતામાં નૈતિકતા વિવિધતા દેખાય છે. આને વિભાજન કહેવાય છે..આ વિભાજન નાં દોષિત આપણે જ છીએ બીજા કોઈ નથી.

જોઈએ – જેટલી જાતિ, એટલી ભાષા, એટલાં પંથ અને એટલાં અલગ અલગ ધર્મ સંસ્કાર…. ગુરુઓ, શિષ્યો અને  શિષ્યો સાથે સત્સંગ, શિક્ષણ પણ અલગ …કારણ ભારત લોકશાહી દેશ છે. અને આજ લોકશાહીમાં અલગતાવાદી વિચારધારા નાં કારણ સામાજિક વ્યવસ્થા ચર્મરાઇ ગઇ છે. આજે અલગતાવાદી નાં કારણે અમુક વર્ગનાં લોકો પોતાને ભારતીય કહેવડાવવા માંગતા નથી. કટ્ટરતા એમનાં માનસમાં એટલી હદ સુધી  અંકિત થઈ ગઈ છે કે તેઓ ભારતમાં રહીને પણ વંદે માતરમ્ ,ભારત માતાકી જય તેમજ રાષ્ટ્રીય ગીત પણ ગાવા માંગતા નથી.અને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શિબિરમાં પણ ભાગ લેતાં ખચકાતાં હોય છે. અને બિન સંકોચ કહીં નાંખતા હોય છે કે- ‘मेरा मजहब अलग और तुम्हारा मजहब अलग’ સંવાદ કરતાં કરતાં પણ તેઓ વાદવિવાદમાં આગળ હોય છે !? આવાં લોકોને આજે માણસની હત્યાં કરવી અને કરાવવી અને ધડથી માથું અલગ કરવું સામાન્ય બની ગયું છે. અને આવાં લોકોને જેલ તો એક ‘સુખ નું આવાસ’ બની ગયું છે. જાણે લોકશાહી આમના ઉપર મહેરબાન છે.

આવાં પ્રકારનાં માણસની બેવફાઈ ‘શેતાની કૃત્ય’ મનુષ્યને સંકેત આપે છે…ધર્મ આજે ખતરામાં છે. ‘જાગતાં રહેવું પડશે.’ કેમકે સંવિધાન અમલદાર રક્ષક કોઈ આવાં ધાતકી  પરિણામને રોકી શકતાં નથી, કારણ કે આવાં વિચારો મનમાં  ઉદ્ભવેલી એક પ્રકારની ક્રુરતાની નિશાની છે. આવાં હુમલા અચાનક થતાં હોય છે. શબ્દોમાં રમખાણ કહો, હુલ્લડ કહો, કોમી હુલ્લડ કહો..એટલે આપણે જાગ્રત રહી આપણી સુરક્ષાની જવાબદારી સ્વયં કરવી પડશે . ‘ સમય આપણને સાવધાન રહેવાની ચેતવણી આપે છે.’

 જે ભારતીય આજે પોતાનું દેશ છોડી વિદેશમાં રહેવા જતાં રહ્યાં છે, બે પૈસા કમાવા માટે , અને સુખ સહેબી ભોગવવા માટે,  એમનું આજે એન્કાઉન્ટર ત્યાં સહજતાથી થઈ રહ્યું છે ! ? અને ક્યારે પણ અડધી રાતે તેઓનું વિદેશથી  દેશ નિકાલ થાય તે કહેવાય નહીં !! અને જે યુવાઓ વિદેશમાં ફસાયેલા છે, તેવાં લોકો બૂમો પાડી પાડીને કહે છે. – ‘જુઓ અમારી  દીશા અને દશા… અહીં ખુબજ ખરાબી છે. તમે અહીં આવતાં નહીં… તોય ભારતીઓને વિદેશનો ચસ્કો એવો લાગ્યો છે કે એજન્ટો દ્વારા લાખો રૂપિયા ખર્ચી નેં નિયમ વિરુદ્ધ ચોરી છૂપી થી અસહ્ય વેદનાઓ સહી ત્યાં પહોંચી જાય છે !? જે સાચું છે. કદાચ ગયા જન્મમાં તેઓ વિદેશી હશે અને આ જન્મમાં ભારતીય તરીકે  ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે, અને સ્મૃતિમાં આવતા તેઓ વિદેશ માં રેહવા જતાં રહે છે.એવું માની શકાય…

 આપણો ભારત દેશ મહાન છે. ભારતીય ધર્મ સંસ્કૃતિ રાષ્ટ્રનું ગૌરવ છે. એની રક્ષા કરવી એક એક ભારતીય ની ફરજ માં આવે છે. અને ભારત સરકારને મારી વિનંતી છે કે યુવાઓનું ટેલેન્ટ ઉપર પાણી નાં ફરી જાય એનું ધ્યાન રાખે અને એમનાં વિશેષ એજ્યુકેશન પાછળ સહાયક બને જેથી એમનું ધોવાણ નાં થાય. હવે એવો વિચાર કરવાનો સમય પાકી ગયો છે.  જે યુવાઓમાં એમની પાસે આજે પોતાનું IQ Shakti EQ Shakti ટેલેન્ટ ભરપૂર હોય અને રાષ્ટ્રને ઉપયોગી હોય, તેવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર કરી ભારત સરકાર પોતે એક સહાયક બને અને એક ફંડ ઊભું કરે જેથી આકર્ષક ઉચ્ચ ધોરણનો પગાર આપે તો ટેલેન્ટેડ ભારતીય નાગરિકોને વિદેશ તરફ ભારત છોડી પ્રયાણ ન કરવું પડે. હિન્દુસ્તાન એક લાગણી પ્રધાન રાષ્ટ્ર છે. એટલે વિદેશોમાં ભારતીય નાગરિકોને પડતી તકલીફોને સાંભળી ભારતીય નાગરિકોને ‘બાય પ્લેન મારફત ફ્રી માં જો ભારત સરકાર ભારતમાં લાવી શકતી હોય તો.. એક દયા રૂપે ધર્મ સમજી ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે એમનાં જીવન વિકાસ કાજે પણ વિચાર કરવાનો સમય પણ હવે પાકી ગયો છે. એમ મારું માનવું છે.

અને હું મારા મતે કહું તો, હું એક આધ્યાત્મિક સામાજિક પ્રાણી હોઈ સમાજનાં ખાટાં મીઠાં કડવા તીખાં મારાં અનુભવ ઉપરથી લખી જણાવું છું કે – ‌‌ધર્મ  કહે છે… હે..! મનુષ્ય ધર્મને એક સંસ્કાર સમજી નૈતિક મૂલ્ય સમજી  તમેં તમારાં અક્કલ માં ઉતારો- જાણો સમજો પીંછાનો અને  સૂચવાયેલા માર્ગ પર ચાલીને આગળ વધો અને  ધર્મની રક્ષા કરો, અને  સમઝી સદબુદ્ધિને પામી ખુદને ઓળખો ‘હું કોણ’ છું . અને ખુદને ઓળખી સત્યને ઓળખો, અને સત્યને ઓળખી અંધશ્રદ્ધામાંથી મુક્ત થાઓ, અને મુક્ત થઈ મને (ઈશ્વરને) ઓળખો, અને ઈશ્વરને ઓળખી રાજયોગ ને જાણી જીવતે જી મરી વિષય વિકાર થીં મુક્ત થઈ, સદગતિને પામી આ જીવનનો ઉદ્ધાર કરો. અને કહો કે હું શરીર નથી હું એક ‘આત્મા’ છું. પરંતુ હું પરમાત્મા (ભગવાન) નથી, પરમાત્મા નો વંશ છું. એમની હું સંતાન છું. અને મારા ગુણ ધર્મ છે- પવિત્રતા શાંતિ પ્રેમ આનંદ શક્તિ જ્ઞાન અને સત્યતા… આજ આપણો ધર્મ… આત્માનાં ગુણોની યાદ  આપણાં માટે કવચ બનશે અને  ધર્મની રક્ષા થશે. અને ઘરમાં વ્યવહારમાં વિશ્વમાં ખૂણે ખૂણે શાંતિ સ્થાપિત થશે.

આજે લોકો સ્વાર્થમાં પોત પોતાનાં ધર્મ સંસ્કાર અને માનવતાની ખુલ્લેઆમ હત્યાં જ કરી રહ્યાં હોય એમ મારું માનવું છે.અને નજરે જોતાં સંબંધ સંપર્કમાં આવતાં અનુભવ થતાં હું કહીં શકું છું. – જેમ હિન્દુઓ આધ્યાત્મિક પ્રેરણાદાયી શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા વાલ્મિકી ઋષિ રચિત રામાયણ ને ભૂલી ગયાં એમ મુસ્લિમો મહંમદ પેગંબર રચિત કુરાનને ભૂલી ગયાં અને ઈસાઈઓ સંદેશ વાહક ઈસુ ક્રાઈસ્ટ રચિત પવિત્ર બાઇબલને ભૂલી ગયાં તથા જૈનો આજે એમનાં પવિત્ર ગુરુ મહારાજની વાણી તીર્થંકર તેમજ ભગવાન જેવાં મહાવીર સ્વામીનાં ઉપદેશેલા એવાં શાસ્ત્ર ગ્રંથોને ભૂલી ગયાં છે.

 એટલે આજે  ધર્મનાં કર્તવ્યો અને મૂળ સાંપ્રદાયિકતા ને લોકો ભૂલવા લાગ્યાં છે.અને યુવા પેઢી નો મીજાજ તો કાંઈક ઓર છે.ધીમે ધીમે નવાં યુગનાં નવા યુવાઓમાં બદલાયેલ કલ્ચર સાથે ફાટેલાં વસ્ત્ર પરિધાન, અંગ પ્રદર્શન વેશ્યાવૃત્તિ , નાચવું-ગાવું,મસ્તી-મજાક,વ્યસન, છેડતી ,સાધના , પ્રાર્થના, ઉપવાસ, ઉપાસના, વ્રત, ધર્મિક યાત્રા તેમજ પૂજાતી મૂર્તિઓને ખંડેર સમજી તળાવ, જળાશયમાં ડુબોળવું પણ એક પ્રકારનો આશ્ચર્યજનક (અજબ ગજબ) ફેરફાર જોવાં મળી રહેલ છે ! ? આ છે યુગ પરિવર્તનનો બદલાયેલા સંસ્કાર, જે વ્યક્તિનાં મનનું માનસપટલ ઉપર અંકિત થઈ એક અલગ નવું આધુનિક મોર્ડન પ્રભાવની અસર  કહીં શકાય છે.

એક બાજુ સરકારી વહીવટી તંત્ર પણ લકવા ગ્રસ્ત થઈ ગયેલ છે. ફરિયાદી નાં ફરિયાદનું નિકાલ થતો નથી અને એનું કોઈ સાચું સાંભળતો નથી.ગુનેગાર બિન્દાસ ફરે છે. ધમકીઓ આપે છે. માસ્ટર માઈન્ડ બિન્દાસ બેન્ક નું કરી જાય છે. હવાલદાર અમલદારના મિલી ભગતના કારણે દારૂ જુગારના અડ્ડાઓ વેશ્યાવૃત્તિ હપ્તાઓ સાથે કમિશન સાથે આજે આવાં પ્રકારની પ્રવૃત્તિઓ પૂરજોશમાં સમાજના વચમાં, પોલીસ સ્ટેશનની આડમાં, મંદિરોની પાછળ, બગીચાઓમાં, રેલ્વે સ્ટેશન ની આડમાં, તડાવ નદી કિનારે, ઝાડીમાં વગેરે માં માસ્ટર માઈન્ડ લોકો ન કરવા જેવું આજે કરી રહ્યાં છે ! ? કોણ કોને પકડે અને કેમ પકડે.. બધા મળેલા છે !! અરજી ફાઈલ થઇ ડસ્ટબીનમાં પહોંચી જાય છે.

આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો  રાત અને દિવસ બાલ બચ્ચા અને ઘરને ભૂલીને…. બસ પૈસો પરમેશ્વર એ નીતિ અપનાવી અનિતી કરી અનીતિધામ  ચલાવી રહ્યાં છે. આ બધું ધર્મની આડમાં જ ચાલે છે. આજે લાગવગ એક મજબૂત પીઠબળ બનીને બહાર આવ્યું છે. આ બધાની વચમાં કંટાળી આજે આમ જનતા ત્રાહિમામ ત્રાહિમામ કરીને જીવી રહીં છે. અને જનતાનાં આક્રોશ ને દબાવવા.. આજે એમનાં ઉપર લાઠીચાર્જ ટીયરઞેસ નો ઉપયોગ થાય છે !! ધર્મના દુશ્મનો ધર્મની આડમાં ધર્મનું મર્ડર કરી રહ્યાં છે. આવાં લોકોએ સમય આવે જવાબ આપવો જ પડશે.અને જવાબ ઈશ્વર માંગશે. અમદાવાદ પ્લેન ડ્રેસ ને યાદ કરો અને સમજી જાણો તો બહુ સારું છે. કોણ કોણ કઈ રીતે, કેવી રીતે, પોત પોતાનો જીવ ગુમાવ્યો છે. કર્મના સિદ્ધાંતને સમજી જાણી કર્મ કરો તો બહુ સારું છે નહીં તો પસ્તાવું પડશે. જો તમે માણસ છો તો એકવાર જરૂર શ્રીમદ્ ભગવત્ ગીતા વાંચી જવા હું વિનંતી કરું છું. સલાહ નથી આપતો. તમને તમારી રીતે જીવવાનો ભોગવવાનો કરાવાનો અધિકાર સંપુર્ણ છે. પણ જે કાંઈ પણ કરો વિચારીને કરજો આ એક જન્મ નથી હજી કેટલાય જન્મ મનુષ્યની યોની માં લેવાનાં છે. સંસાર પરિવર્તનશીલ છે. ઈશ્વર એ નથી જોતો કે તમે મુખ્યમંત્રી છો, વડાપ્રધાન છો , કોન્ટ્રાકટર છો,ડોક્ટર છો, એન્જિનિયર છો, કોનાં પુત્ર છો, પુત્રી છો- કે ગર્ભવતી છો, કે રાજા છો, મહારાજા છો,એમ એલ ઓ છો, અમલદાર છો, પ્રિન્સ છો, સાધુ છો, સંત છો, સંન્યાસી છો ,આધ્યાત્મિક છો.. ઈશ્વર તો ધર્મના સિદ્ધાંતને ઓળંગીને જે અનીતિ કરે છે અને નીતિ પ્રમાણે જીવન જીવે છે… એનું માપ લઈ, તે મુજબ પરિણામ આપે છે. આજ છે ઈશ્વરની થીયરી. અહીં ઈશ્વર પાસે કોઈની લાગવગ નથી ચાલતી. અને પ્રાયશ્ચિત કરીને પણ તમે પાપથી મુક્તિ નહીં લઈ શકો. તમે પશુ પંખી જાનવર અને અબડા નબળા ગરીબ ને પણ નહીં છેતરી શકો. તમારા મનમાં ઉદ્ભવેલા એક એક સંકલ્પ ની નોંધ પરમાત્મા લેતાં હોય છે. એમની બધી વ્યવસ્થા કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ હોય છે . ‘જેવાં કર્મ કરતાં જાઓ એવું રીઝલ્ટ મેળવતાં જાઓ.’ એમનાં સિસ્ટમમાં જ જીવી જાણવું યોગ્ય છે. એ જાણી લેજો. ઈશ્વર કોઈએ માંગેલી ભીખ પણ નથી આપતાં કે નથી ભીખ લેતાં. એ તો ભિખારીને પણ ભીખ આપવાનું કહેતાં નથી.તો તમને ક્યાંથી આપશે.કર્મ કરો મહેનત કરો અને જાતે મેળવો.
‘જેસા કર્મ કરોગે વેસા ફલ દેગા ભગવાન યહ હે ગીતા કા જ્ઞાન.
આજે ધર્મની આળમાં અંધશ્રદ્ધા નું ભૂત માનસપટલ ઉપર બેહદ સુધીનું ચિત્તમાં સ્થાપિત થઈ ગયેલ છે. જે સ્વાર્થમાં ધર્મ પરિવર્તન કરવામાં ચૂકતા નથી.અને આજે અત્યાચાર આતંક જેવાં અનેક પ્રકારનાં ખોટા કૃત્ય કરવાં માણસ તૈયાર રહે છે. આજે અંધશ્રદ્ધાનો ભુત અટલ શ્રદ્ધા બની ન કરવાં જેવાં કૃત્યો પણ મનુષ્ય પાસેથી કરાવી લે છે.

 અને એક બાજુ ધર્મ પ્રચલિત ત્યોહાર દશેરા નાં દિવસે  રાવણ દહન કરવાની ધાર્મિક પ્રથા છે .જાણે કે એ રાવણ હજી મર્યો જ નથી.!? અને દિવસે દિવસે રાવણ લાંબો ઊંચો અને મોટો થતો જાય છે.!? અને રાવણ દહન કરવા પાછળ પૈસાનો ખૂબ ધુવાડો થાય છે.!? અને આ રાવણ દહન નાં દિવસે ઘટનાઓ પણ અઘટિત થતી જોવાં મળે છે. અને પ્રદર્શનકારીઓ જોઈ ખુબ આનંદ લેતાં હોય છે. રાવણ દહનનો મૂળ સત્ય છે – આપણામાં રહેલાં મોહ માયા કામ ક્રોધ અહંકાર અંધાપા નો દહન કરવાનું છે. આપણી બુદ્ધિમાં આવું કરવાનો ઉતરે તો માનવી પશું માંથી પવિત્ર યોગી બની યોગેશ્વર બની જાય છે .

 આજે રક્ષાબંધનનો પણ મૂળ તત્વ અને ધ્યેયને નહીં સમજવાં નાં કારણ મર્મ માર્યો ગયો છે. તે કારણ આજે પૈસો બક્ષિસો ભેટ આપવા, માંગવા અને લેવાનાં રિવાજ નાં કારણ સ્નેહ સંબંધોમાં તીરાડ પડી રહી છે. અને આજે સમાજમાં એવું પણ જોવામાં આવે છે કે બહેન બીજી જાતિના છોકરાને રાખડી બાંધી ભાઈ બનાવે છે અને એ જ સંબંધ ભાઈ-બહેનના સમય જતાં એક દિવસ પતિ પત્નીમાં ફેરવાઈ જાય છે..!? શું કહેશો ? આ ક્યાં પ્રકારની રક્ષા બંધન ?? ક્યાં પ્રકારની નૈતિકતા  કહેવાય ?

આજે લોકોનાં ઘરે ઘર દેવી-દેવતા ની મૂર્તિની સ્થાપના કરી ઘર ને મંદિર બનાવવામાં આવે છે… અને અર્ચના પૂંજા પ્રાર્થનાં કરી પ્રસાદ ધરાવી લોકોને પ્રસાદ પણ વેચવા માં આવે છે. પરંતુ લોકોમાં દેવી-દેવતા નાં સંસ્કાર આજ દિન સુધી જોવાં મળ્યાં  નથી !!  કે નથી બની શક્યાં પોતે પૂજાવા લાયક ! ! મોહ માયા કામ ક્રોધ અહંકાર પણ યથાવત્ ચાલું છે.

આજે ધર્મ ને ભૂલી જવાનાં કારણ લોકોમાં કર્તવ્ય પરાયણતા , પવિત્રતા , શુદ્ધ ખાનપાન ખતમ થઈ રહી છે !? આજે પૃથ્વી ઉપર મોહ-માયા કામ ક્રોધ અહંકારનું માયાવી રૂપિ રાવણ રાજ ચાલુ છે અને અરાજકતા વ્યભિચારીતા એની સીમા વટાવી વિશ્વમાં એક વાયરસની જેમ ભભૂકી ફેલાઈ ગયો છે.!? લડાઈ ઝઘડો યુદ્ધ નું અસલી રૂપ ધારણ કરી ત્રીજુ વિશ્વયુદ્ધ નો માહોલ તૈયાર થઈ રહ્યું છે. અને ક્રોધ તો જ્વાળામુખીને જેમ ભભૂકી ઉઠયો છે. જાણે આક્રમણખોરો ને વિનાશમાં જ શાંતિ  દેખાય છે.!!

ધર્મની નૈતિકતાના મૂલ્ય આજે જોવાં મળતાં નથી અને જોવાં મળે છે તો ખાલી ધર્મની ધ્વજા મંદિરનાં શિખર ઉપર લહેરાતી જોવાં મળે છે. અને જોવાં મળે છે –  ધર્મ  સંપ્રદાયનાં યાત્રાળુઓની  પગપાળા ની વિશાળ સંખ્યા, અને એ સંખ્યામાં વ્યસન લડાઈ ઝઘડો મારામારી ધતિંગ જેવાં અનેક દ્રશ્યો જોવાં મળે છે. પરંતુ નૈતિક મૂલ્યમાં આવતી શિષ્ટાચાર, પ્રમાણિકતા, વ્યવહારિકતા, કર્તવ્ય પરાયણતા, પ્રેમ, શાલીનતા, સમર્પણ ભાવ, સાંપ્રદાયિકતા આજે નહિવત્ જોવાં મળે છે !! અને જોવાં મળે છે તો- જે ભાગ્યશાળી આત્મા ધર્મનાં સિદ્ધાંત ને સ્વીકારી નિષ્ઠાપૂર્વક ભાવથી સમર્પિત છે… તેઓ માં જ ધર્મનાં સંસ્કાર દેખાઈ આવે છે. 

 જ્યારે પૃથ્વી ઉપર ધર્મ વિરુદ્ધ પાપાચાર દુરાચાર-વ્યભિચાર અત્યાચાર વધી જાય છે તો અતિની ગતિ પ્યારી હોતી નથી. અંતે વિનાશ જ છે.  આજે વિશ્વમાં માનવ થકી માનવ ને જે કષ્ટ પહોંચાડવામાં આવે છે તો એનું પરિણામ પણ એની સામે ખરાબ જ આવવાનું છે.   ઈશ્વર આવું બધું જોતા છી છી દુનિયા નું અંત અને  નવી દુનિયા ની સ્થાપના કરવા  મથી રહ્યાં છે. એવું દેખાઈ આવે છે.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।

   શ્રીમદ ભગવત ગીતા જીવનનો સાર છે. જીવન-દર્શન, માનવ દર્શન અને કર્મ-દર્શનનું મહિમા ગાન કરતા શ્રીમદ્ ભગવદ્ ગીતાજી જીવનરૂપી સાગરની દિવાદાંડી સમાન છે. 

ધર્મ તો એક દિવ્ય જ્યોતિ છે. ધર્મ છે તો સુખ શાંતિ છે. ધર્મ સંસ્કાર અંધકારમાં પ્રકાશ પાથરવાનું  કરે છે. પાપીને પુણ્ય શાળી બનાવે છે. પશુમાંથી દેવતા બનાવી પૂજાવા લાયક બનાવે છે.ધર્મની રક્ષા એટલે રાષ્ટ્રની રક્ષા, માનવતાની રક્ષા, પ્રેમની રક્ષા, સ્ત્રીની રક્ષા, અબડાની રક્ષા, પ્રકૃતિ ની રક્ષા, સંપ્રદાયની રક્ષા, કુળની રક્ષા અને ભેળસેળ મુક્ત જીવન, કરચોરી થી મુક્ત, પોતાનાં જીવનની એક એક ફાઈલ શુદ્ધ અને પવિત્ર બને છે અને આપણાં થકી કોઈપણ જીવ આત્મા, પ્રકૃતિ… જેમકે જંગલોમાં રહેતાં પશું પંખી જાનવર કીટ મંકોડા આદિવાસી જેવાઓને પણ તકલીફ નાં પડે એમ સ્વતંત્રતા, શાંતિ, એકતા પથરાય એવી બુધ્ધી ધર્મ જ્ઞાન થી ખીલી ઉઠે છે.
……….‌‌… નહિ કે વેમનષ્યતા અત્યાચાર અરાજકતા, જાતિવાદ ભાષાવાદ રંગભેદ આતંકવાદ નક્સલવાદ , ભ્રષ્ટાચાર, મીલાવટ, કરચોરી, ગંદી રાજનીતિ ખીલે છે. ‘ધર્મ જ્ઞાન સંસ્કાર તો કમળ પુષ્પ અને મા સરસ્વતીની નું વરદાન છે.

આજે ભેળસેળ, ગંદી રાજનીતિ, મિલાવટ, ભ્રષ્ટાચાર અને માણસની કુબેર પતિ બનવાની ઈચ્છા તેમજ એશઆરામની જિંદગી જીવી લેવાની જીવનશૈલી,  બદલો લેવાની ભાવના તેમજ બિલ્ડીંગ મટીરીયલથી લઈને જીવન ઉપયોગી માં આવતા ખાવા પીવાની- દૂધ દહીં ઘી માખણ મેડિસિન અનાજ શાકભાજી અને મિત્રતા અને સંબંધ માં  મીલાવટ પણ એક પ્રકારની ધર્મની હત્યાં જ કહેવાય છે .

જ્યારે ધર્મની હત્યા થાય છે ત્યારે પ્રકૃતિ એનું રૂપ રંગ બદલે છે.  હવામાનમાં ફેરફાર થાય છે. અને આપદા વિપદા ભૂકંપ નો માહોલ સર્જાય છે.માનવી નો માનવી ઉપર અત્યાચાર પાપાચાર વધે છે. રાજકીય વિચારધારા, સરકારી વહીવટ તંત્ર વ્યવસ્થા માં કિન્નાખોરી વધે છે.વહીવટી  તંત્ર સિસ્ટમ સમગ્ર ફેલ થાય છે. વિશ્વમાં ચારે દિશાઓમાં યુદ્ધનો માહોલ સર્જાય છે. પ્રકૃતિ આવેશમાં એનું કામ કરે છે અને પાપીઓ પાપ વૃત્તિ ખુલ્લેઆમ કરે છે. અબડા વિધવા ગરીબ વૃદ્ધ મા-બાપ ઉપર અત્યાચાર વધી જાય છે. વૃદ્ધાશ્રમો નવા નવા ખુલાત જાય છે. આખું જગત સંવેદનાઓથી ત્રાહિમામ ત્રાહીમામ કહીં પુકારી ઊઠે છે…. ત્યાર બાદ ઈશ્વર જે ખેલ રચે છે તે જોવાં લાયક હોય છે. એ ખેલ પવિત્ર યોગી આત્માઓ જ ગભરાયા બીના શાન્તિ થી સ્થિર રહીને જોઈ શકે છે કે ઈશ્વર થકી વિનાશ નો તાંડવ નો સીન કેવું હોય છે.નબળી આત્માઓ વિનાશ નો વિકરાળ સીન જોઈ નાં શકે.

આજે મૂળ સાચાં ખોટા બ્રાહ્મણ માં પણ બ્રાહ્મણના લક્ષણો અને કર્તવ્ય પરાયણતા જોવાં મળતી નથી, સત્યનારાયણ ની કથા સંભળાવતાં , લગ્નનાં ફેરા કરાવતાં , શ્લોકો બોલતાં બોલતાં બીડી તમાકું  ગુટખા પાન મસાલા ખાતાં -ચાવતા અને થુકતા જોવાં મળે છે..!! આવાં આવાં બ્રાહ્મણોને આપણે ઘરે બોલાવી પુણ્ય કર્મ કમાવી લેવાની પૂજા વિધિ કરાવતાં હોઈએ છીએ. આ લોકો મૂળ બ્રાહ્મણ હોતાં જ નથી એક ધંધાધારી બની બેઠેલાં અપવિત્ર બહુરૂપી બ્રાહ્મણો જ હોય છે. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હોઈ શકે, પણ બ્રાહ્મણના ગુણધર્મ લક્ષણ એમનામાં  હોતાં નથી.
‘પવિત્રતા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે અને જ્યાં ઈશ્વર છે ત્યાં બાદશાહી  કુશળતા સફળતાં પ્રસન્નતા સંપન્નતા અને શાંતિ છે.’

ધર્મની રક્ષા મુનિઓ, તપસ્વીઓ,દેવી-દેવતાઓ કરી ગયાં છે. એટલે તેઓ આજે મંદિરોમાં સ્થાપિત થયેલ છે અને રોજે રોજ એકધારી દિવ્ય જ્યોતિ, પ્રસાદનું ભોગ,આરતી, મંત્ર, ઢોલ નગારા ઘંટ તેમજ શ્લોકોથી ભક્તો દ્વારા પૂજાય છે. અને દર્શનાર્થીઓ ભક્તો નમીને આશીર્વાદ લઈ પોતાને ભાગ્યશાળી સમજે છે. આ છે પવિત્ર બ્રાહ્મણની મહિમનું મહત્વ જે આપણે સમજવું પડશે કે સાચો બ્રાહ્મણ કોણ ? અને આપણો સાચો બ્રાહ્મણ ધર્મ કયું ?

જ્યાં સુધી આપણે આપણાં મૂળ ધર્મને આચરણમાં લાવી કર્તવ્ય પરાયણતા તેમજ નિષ્ઠાથી, વિવેકથી સમાજમાં, સમાજના લોકો સાથે પ્રેમથી વર્તન નહીં કરીએ ત્યાં સુધી આપણે હિન્દુ થવાનો, મુસ્લિમ થવાનો, શિખ થવાનું, જૈન થવાનું, બોદ્ધ થવાનું, ઈસાઈ થવાનું કે -ભલે અન્ય જ્ઞાતિનાં કેમ નાં હોઈએ … તેઓએ ગર્વ કરવાનો અધિકાર ઈશ્વર આગળ રહેતો નથી. 

‘કર્તવ્યને ભૂલી જવું એટલે ધર્મને ભૂલી જવું અને ધર્મને ભૂલી જવું એટલે સંસ્કારને ભૂલી જવું અને સંસ્કારને ભૂલી જવું એટલે શ્રાપિત થવું.’

નોંધ: આ લખાણ ફક્ત એવાં લોકો માટે છે જેઓ પોતાનાં સંપ્રદાય તેમજ ધર્મ ઉપદેશ- દર્શન ગ્રંથને આજે ભૂલી જઈ અહંકાર , લાલચ અને સ્વાર્થમાં ધર્મનાં મજહબ નો ઉલંઘન કરી રહ્યાં છે અને એ માર્ગ ઉપર ફક્ત નકલી (બહુરૂપી) આધ્યાત્મિકતાનો મોહરું પહેરી લોકોને અને ધર્મનાં નામે ધર્મને પણ છેતરી રહ્યાં છે અને પોતાની ફક્ત વાહ ! વાહ ! કહેવડાવવા માટે ધર્મની ધજા લઈ ઘેટાં બકરાઓના ઝુંડ બનાવી સમાજમાં આજે એજન્ટો બનાવી ફરી  રહ્યાં છે.

‘ધર્મ નું અપમાન જોતાં કહી શકાય કે આજે માણસ પતન ની તરફ જઈ રહ્યોં છે. –
             ‘ધર્મ આપે છે સદબુદ્ધિ’
          જે સત્ય છે એ જ ધર્મ છે. 
          જે સત્ય છે એ જ ઈશ્વર છે. 
          જે સત્ય છે એ જ અટલ છે.
           જે સત્ય છે એ જ નિર્ભય છે. 
જે સત્ય છે એ જ અજર અમર અવિનાશી છે.
     સત્ય ફક્ત એક ભગવાન ‘શિવ-સંદેશ’  છે.
કરીએ ધર્મની રક્ષા ‘રાજયોગ’ સંગઠનમાં બેસી 
              જો ધર્મનો કર્યો ઉપહાસ 
 તો શંકર ખોલશે ત્રીજુ લોચન ધરમરાજ બની.
            કરશે સજા એવી ઉપહાસની-
     કે ભૂલી જશો ઉપહાસ ફરીથી કરવાની.
    રહેજો સદા મર્યાદામાં તો બનશો મર્યાદા  
   પુરુષોત્તમ તમે…

જેવું કરશો એવું પામશો – છે કર્મના સિદ્ધાંતમાં…
ધર્મ એક એવો આધ્યાત્મિક પ્રેરણા શ્રોત સ્તંભ છે. જે મનુષ્યને માનવ બનાવે છે. ધર્મ વ્યવસ્થામાં આવે છે- સામાજિક સેવા, અર્થતંત્ર, વ્યવસાય વ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા, સુલેહ શાંતિ, તેમજ કર્મ નાં સિદ્ધાંતનો બોધપાઠ , પ્રેમ સ્નેહ સંબંધ મિત્રતા જેવાં અનેક પ્રકારનાં મૈત્રી ભાવ સંગઠન આદી નું બોધપાઠ નો સમાવેશ છે. આજે પાઠ્યક્રમમાં મુસ્લિમ ઇતિહાસને એક બાજુ મૂકી જો શ્રીમદ્ ભગવદ્ ગીતા ને પાઠ્યક્રમમાં તેમજ સંવિધાન માં સમાવેશ કરવામાં આવે તો જન જન હિત માટે એક કલ્યાણકારી સુખાકારી સેવા પુરવાર થશે અને ધર્મની રક્ષા થશે. અને હિન્દુ સનાતન દેવી-દેવતા ધર્મની જય જય કાર થાશે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ:  ઈશ્વર કહે છે..
જ્યારે માણસ ધર્મ ભૂલી અધર્મ કરે છે, એટલે પાપમાં વૃદ્ધિ થાય છે.- ત્યારે ત્યારે હું આવું છું.
અને પાપાચાર અત્યાચારનું વિનાશ કરી હું સતયુગ ની સ્થાપના કરું છું. સનાતન દેવી-દેવતા ધર્મ જ સૌથી મોટો બ્રાહ્મણ ધર્મ છે.’ જેની સ્થાપના કરવાં હું તૈયારી કરી રહ્યો છું. મારે પવિત્ર આત્માઓનું સાથ જોઈએ છે.’સમય કાળે હું આવું છું અને મારું કામ પતાવી સતયુગ ની સ્થાપના કરી હું પાછો મારાં મૂળ વતનમાં જતો રહું છું.’ પછી મારે કોઈ ને કોઈ પણ પ્રકારની સલાહ આપવાની જરૂર પડતી નથી.બાદ હું પૃથ્વી ઉપર મનુષ્ય પાપીઓ દ્વારા પાપ વધવાથી એમનું અત્યાચાર ખતમ કરવા માટે કળયુગના અંતે પાછો આવું પડે છે.
   ‌                   હું કોણ..!
મનુષ્યમાં રહેલ વિચારોની સફાઈ કરવા વાળો 
                 ‘હું સ્વીપર છું’
                        અને 
 મનુષ્યનાં હૃદયમાં પડેલાને ઘા ને રૂઝવવા વાળો 
              ‘હું આધ્યાત્મિક ડ્રેસર છું’
 એ જ મારી, આ મારા આધ્યાત્મિક પોસ્ટની ખરી શ્રેણી છે.આ ધરતી માતાનાં ખોળામાં….
  ‘સત્ય ને સ્વીકારવું જ મૂળ ધર્મ કહેવાય છે.’ 
  ધર્મ કોઈ કઠપૂતલી નો ખેલ નથી કે તમે ઇચ્છો તેમ કરો. ધર્મને ધારણ કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. એ જ ખરા અર્થમાં ઈશ્વરનો મૂળ સંદેશ છે. શ્રીમદ્ ભગવત ગીતાનો જ્ઞાન છે.

જ્યારે લોકો ધર્મને ભૂલી જાય છે ત્યારે ધરતી ઉપર પાપ ઉભરાય છે. એવો ઉભરાય છે કે જ્યાં જુઓ ત્યાં યુદ્ધ ભાગદોડ અશાંતિ લુંટ ફાટ ચોરી અબડા ઉપર બળાત્કાર અપહરણ દારૂ જુગાર  વેશ્યાવૃત્તિ એની ચરમ સીમા ને ઓળંગી જાય છે.

આવો આપણે સૌ સાથે મળી ધર્મને સમજીએ જાણીએ અને જીવનશૈલીમાં ધર્મનાં સંસ્કારને ઉતારીને નૈતિક મૂલ્યોનું જતન કરીએ અને જીવનનેં શ્રેષ્ઠ બનાવી ભારતને વિશ્વ ગુરુ બનાવવા ઈશ્વરને મદદ કરીએ. ભારત એક તપસ્વીઓની, ઋષિ મુનિઓની આધ્યાત્મિક તપોભૂમિ છે. જે આપણે ભૂલવું ના જોઈએ. એટલે જ ભારતને ‘ભારત માતા’ કહેવાય છે. અને ભારતમાં જન્મેલી દરેક  નારી એક શક્તિ છે. અને એ શક્તિ શિવ શક્તિ છે. તો આવો આપણે એમનું પણ હૃદયથી સન્માન કેમ નાં કરીએ. મા અંબા ,મા દુર્ગા ,મા ચામુંડા ,મા સંતોષી ,મા કાલિકા , મા શૈલપુત્રી આદિ આદિ એમ થોડી પૂજાતા હશે. આપણા ઘરની કુવારી કન્યાઓ, બાળકીઓની પણ પગ પૂજા થાય છે એ પણ આપણે સમજવું પડશે. જે દિવસથી આ બધું સમજણમાં આવી જશે તે દિવસ ધર્મની જય જય કાર થશે .ધર્મને સમજવાં માટે પ્રથમ પગથિયું છે આધ્યાત્મિક જ્ઞાન અંગ્રેજી માં spiritual  knowledge કહેવાય છે. આધ્યાત્મિક જ્ઞાનથી માણસ પ્રભાવશાલી વ્યક્તિત્વ વિકાસ અને સમાજમાં પ્રભુત્વવાળા બની સન્માનને પાત્ર બને છે.

ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
 આધ્યાત્મિક લેખક 
ID utsav.writer@gmail.com

Leave a comment