ન વગાડ


કાના ન વગાડ વાંસળી તારી
વિહ્વળ થાયે છે, મનડું મારુ
દોડી દોડી આવું, હું પાસ તારી
સખીઓ કરે છે, ઠેકડી મારી

વાંસળીનાં સૂરે, હું તો ઝૂમી ઉઠી
ઘર-બાર, શુદ્ધ-બુધ, ખોઈ બેઠી
ઘરમાં ઉઠી છે, ઠપકાની વણજાર
પણ તારે ક્યાં છે, મારી કોઈ દરકાર

કાના ન વગાડ વાંસળી તારી
વિહ્વળ થાયે છે, મનડું મારુ

કરું છું પ્રેમ તને, તારો જ છે આધાર
તું પણ કરે છો,  મને પ્રેમ તો અપાર
નથી કોઈ ગોપીઓ, જમના તટે
તારી રાહમાં, રોજ સાંજ પડે છે,

કાના ન વગાડ વાંસળી તારી
વિહ્વળ થાયે છે, મનડું મારુ

*નરેન્દ્ર ત્રિવેદી.(ભાવનગર-ગુજરાત),*
Nkt7848@gmail.com
9429234243
💐💐💐💐💐💐💐💐💐💐💐

Leave a comment