મારા ઘરનું રાચરચીલું                  

ગેસનો ફુગ્ગો મારા હાથ માથી ઉડાડી કહે કે બહું હવામાં ઉડશો તો ઘરે પાછાં નહીં આવો તેવું  કહેનારા મારા દાદા,   મારા સિવાય જેનું બીજામાં કોઈ ધ્યાન નથી તે મારી માતા ,
ભડકા જેવાં તડકા માં ઊભા રાખી ને પછી છત્રી ધરે તે મારાં પિતા .
મારી સામે પડનાર ની સામી છાતીએ લડે તે મારો ભાઈ ,
મને જે ભાવતું હોય તે મને ભરપેટ જમાડી પછી જમવા બેસે તે મારી બહેન .
મેં શું ખાધું,શું પીધું,દવા લીધી કે નહીં તેવું દિવસ દરમ્યાન ધ્યાન રાખે તે મારી દિકરી
મારાં કુટુંબીજનો ને મહેનત કરી કોઈ તકલીફ ન પડે તે જોનાર મારો દિકરો. પૈસા કેવી રીતે કમાવવા તે શિખવાડનાર મારા કાકા,                                              ઘર માં કોઈ પ્રસંગ હોય અને ફોન આવે કે કેટલા પૈસા મોકલું? તે મારી ફોઈ.
પ્રસંગે બધાએ જમી લીધું છે કે નહીં પછી મારી સાથે છેલ્લી ડિશ લેનાર મારા મામા.


જીતેન્દ્ર શાહ “સુકાન્ત “(અમદાવાદ)

Leave a comment