“રક્ષાબંધનનું મહત્વ”
રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં મનાવવામાં આવતો એક પવિત્ર પર્વ છે, જે ભાઈ-બહેનના અટૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પ્રતિક છે. ‘રક્ષાબંધન’ શબ્દનો અર્થ છે , રક્ષણનું બંધન. આ પર્વ શ્રાવણ માસની પૂર્ણિમા પર ઉજવાય છે.
રક્ષાબંધન એ એક એવો તહેવાર છે જેમાં બહેન પોતાને ભાઈના હાથ પર રાખડી બાંધીને તેની દીર્ઘ આયુષ્ય, સુખ-સંપત્તિ અને સુરક્ષાની કામના કરે છે. ભાઈ પોતાની બહેનને જીવનભર રક્ષણ આપવાનો વચન આપે છે. આ પર્વ માત્ર રક્તના સંબંધ સુધી મર્યાદિત નથી , પરંતુ જ્યાં પણ દિલનો સંબંધ હોય, ત્યાં રક્ષાબંધન ઉજવાય છે , ત્યારે એ ભાઈ-બહેનના પ્રેમથી પણ ઊંડો હોય છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે દેવરાજ ઇન્દ્રે પણ દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે પોતાની પત્ની શચી દ્વારા પોતાની હાથે રક્ષા બાંધી હતી. એવી જ રીતે મહાભારતના કથાઓ મુજબ દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રક્ષા બાંધી હતી, અને પછી શ્રીકૃષ્ણે તેને ચીરહરણ સમયે રક્ષણ આપ્યું હતું
આજના સમયમાં પણ રક્ષાબંધન એટલું જ મહત્વપૂર્ણ છે. બદલાતી જીવનશૈલી અને વ્યસ્ત જીવન વચ્ચે આ તહેવાર ભાઈ-બહેનને સાથે લાવવાનો એક ખાસ અવસર આપે છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને ઉજવવાનું આ અનોખું પર્વ સંસ્કૃતિની ભાવનાને જીવંત રાખે છે.
રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી, પણ એક ભાવનાત્મક સંબંધનો ઉજવણી છે , જ્યાં પ્રેમ, રક્ષણ અને વિશ્વાસની ડોરી બંનેને જોડે છે. આજના સમયમાં પણ આવી પરંપરાઓ આપણને સંગઠન, મૈત્રી અને કુટુંબના મહત્વની યાદ અપાવે છે.
સુચિતા રાવલ
Leave a comment