વિસામો


તારું મળવું જાણે જિંદગીનો વિસામો થઈ ગયો,
તારી યાદ જાણે અંતરનો નાદ થઈ ગયો.

આંખો મળીને જાણે તું આરપાર થઈ ગયો,
મુલાકાત જાણે જિંદગીનો વિસામો થઈ ગયો.

રંગ તારી પ્રીતનો જાણે એક અવસર થઈ ગયો,
જન્મારો મારો જાણે ત્યોહાર થઈ ગયો.

યાદ તારી આવી ગઈ અંતરનો આધાર થઈ ગયો,
આંખો મળી મેં એક પલમાં પ્યાર થઈ ગયો.

મારી ભીતર જાણે એક અધ્યાય થઈ ગયો,
સપનાઓ જાણે એક જિંદગીનો ઈજારો થઈ ગયો.

જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment