શું કરવું કે શું નાં કરવું કાંઈ ખબર નથી પડતી,
આગળ જીવવું કે પછી મરવું કાંઈ ખબર જ નથી પડતી.
શું વાવવું કે શું લણવું કાંઈ ખબર જ નથી પડતી,
કોને પૂછી ને વાવો છો?ને તમને લણવાનું કોણે કીધું?,કોઈ કહે ત્યારે શું કરવું કાંઈ ખબર જ નથી પડતી.
પૌત્ર માટે શું લાવવું કે શું ના લાવવું કાંઈ ખબર જ નથી પડતી,
જીન્સ લાવીએ તો કહે બહું પડ્યાં છે,ને જર્સી લાવીએ તો કહે તે બ્રાન્ડેડ સિવાય પહેરતો નથી.
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
નિર્મોહી ૦૭/૦૮/૨૫
Leave a comment