લક્ષ્મણરેખા વિદ્યા વિશે માહિતી


લક્ષ્મણ રેખા વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ છે, પરંતુ શું તમને ખબર છે કે તેનો સાછું નામ “સોમતિતિ વિદ્યા” છે!

આ ભારતની પ્રાચીન વિદ્યાઓમાંથી એક હતી, જેનો છેલ્લો ઉપયોગ મહાભારત યુદ્ધમાં થયો હતો।

મહર્ષિ શ્રુંગી કહે છે કે એક વૈદિક મંત્ર છે,

સોમંબ્રહી વૃત્તં રતઃ સ્વાહા વેતુ સંભવ।
બ્રહે વાચમ પ્રવાણમ અગ્નં બ્રહે રેતઃ અવસ્તિ।।

આ વૈદિક મંત્ર એ સોમના ક્રિતિક યંત્રનો છે, જેને પૃથ્વી અને ગુરુ (બૃહસ્પતિ) વચ્ચે ક્યાંક અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવતો હતો। તે યંત્ર જળ, વાયુ અને અગ્નિના પરમાણુઓને પોતાના અંદર શોષી લેતો અને પછી ખાસ રીતથી અગ્નિ અને વિદ્યુતના પરમાણુઓને બહારની તરફ ધકેલી દેતો।

જ્યારે મહર્ષિ ભારદ્વાજ ઋષિ-મુનિઓ સાથે પ્રવાસ કરતાં મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં પહોંચ્યા ત્યારે તેમણે મહર્ષિ વશિષ્ઠને પૂછ્યું –
“રાજકુમારોની શિક્ષા-દીક્ષા ક્યાં સુધી પહોંચી છે?”

મહર્ષિ વશિષ્ઠએ કહ્યું કે આ બ્રહ્મચારી રામ છે—આએ આગ્નેયાસ્ત્ર, બ્રહ્માસ્ત્રનું સંધાન શીખી લીધું છે,અને આ ધનુર્વેદમાં પારંગત બન્યો છે,જ્યારે લક્ષ્મણજી માટે તેમણે કહ્યું કે મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા બ્રહ્મચારી લક્ષ્મણ એક દુર્લભ સોમતિતિ વિદ્યા શીખી રહ્યો છે।

તે સમય પૃથ્વી પર ચાર ગુરુકુલોમાં આ વિદ્યા શીખવાતી હતી,..મહર્ષિ વિશ્વામિત્રના ગુરુકુલમાં, મહર્ષિ વશિષ્ઠના ગુરુકુલમાં, મહર્ષિ ભારદ્વાજના ગુરુકુલમાં અને ઉદાલક ગોત્રના આચાર્ય શિકામકેતુના ગુરુકુલમાં।

શ્રુંગી ઋષિ કહે છે કે લક્ષ્મણ આ વિદ્યા માં પારંગત હતા, એક બીજા બ્રહ્મચારી  “વર્ણિત” પણ આ વિદ્યા નો જાણકાર હતા,

આ મંત્રને સિદ્ધ કરતા એ સોમના ક્રિતિક યંત્રમાં શોષાયેલા અગ્નિ, વાયુ અને જળના પરમાણુઓમાં આકાશીય વિદ્યુત મેળવી તેનું સંયોજન કરવામાં આવતું,ત્યારબાદ એ યંત્રની મદદથી લેઝર બીમ જેવી કિરણોથી પૃથ્વી પર ગોળાકાર રેખા આંકવામાં આવતી।

એ રેખા અંદર જે પણ રહે તે સુરક્ષિત રહેતો, પણ બહારથી જો કોઈ જબરદસ્તી અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેને અગ્નિ અને વિદ્યુતનો એવો ઝટકો લાગતો કે એ તરત જ રાખ બનીને ઉડી જાય,

બ્રહ્મચારી લક્ષ્મણ આ વિદ્યા માં એટલા પારંગત થયા હતા કે કાળક્રમે આ વિદ્યા “સોમતિતિ” ન કહેવાયને “લક્ષ્મણ રેખા” તરીકે પ્રખ્યાત થઈ ગઈ।

મહર્ષિ દધીચિ, મહર્ષિ શાંડિલ્ય પણ આ વિદ્યા જાણતા હતા, શ્રુંગી ઋષિ કહે છે કે યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ આ વિદ્યા જાણનારા અંતિમ હતા,

તેમણે કુરુક્ષેત્રના ધર્મયુદ્ધમાં મેદાનની ચારેય બાજુ આ રેખા આંકી હતી, જેથી યુદ્ધમાં જેટલા પણ ભયંકર અસ્ત્ર-શસ્ત્ર ચાલે તેની અગ્નિ અને તાપ યુદ્ધક્ષેત્રની બહાર જઈને બીજા પ્રાણીઓને કષ્ટ ન પહોંચાડે
( સ્તોત્ર . અજ્ઞાત)

✍🏻  સુચિતા રાવલ

Leave a comment