ઉડતા તો શીખવું પડશે

            આકાશ ખુલ્લું છે,
         ઉડતા તો શીખવું પડશે.
       ઉડતા આવડે તો ઉડી લો,
         ના આવડે તો શીખી લો.
        આપણે સૌ વિદ્યાર્થી છીએ,
         આજીવન વિદ્યાર્થી બની-
                શીખવું પડશે….
  તોજ જિંદગી જીવવાની મજા આવશે,
            આકાશ ખુલ્લું છે.
       ઉડતા આવડે તો ઉડી લો,
        ઉડતા તો શીખવું પડશે.
        બુધ્ધિ આપણી પાંખો છે,
         દિલ આપણું સમુંદર છે.
         મન આપણું શિક્ષક છે,
         તરતા પણ શીખવું પડશે.
        તો જ કિનારે પહોંચી શકીશું,
    નહીં તો સફરમાં એકલા પડી જઈશું.
          બધા આગળ નીકળી જશે,
             ….જોતા રહી જઈશું.
      જિંદગીમાં પ્રેચ્છક નહીં ખીલાડી બનો,
             ખીલાડી બની હીરો બનો.

ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
આધ્યાત્મિક લેખક
અમદાવાદ
ID utsav.writer@gmail.com
Mo no 9913484546
અમદાવાદ (ગુજરાત)

Leave a comment