વાહ મૃત્યુ

સત્ય ઘટના પર આધારિત અનુભવ પરથી લખી રહ્યોં છું. જે વાંચક બંધુ યથાર્થ ‘વાહ મૃત્યુ ‘ શબ્દનાં લેખને સમજી જીવન જીવવાનું પ્રયત્ન કરશે તો જન્મ અને મૃત્યુ એક આનંદ ઉત્સવ બની પ્રાગટ્ય થશે.મનુષ્યના જીવનમાં આદર્શ શિક્ષણ અને સ્વયં ઉપર અંકુશ નાં સંસ્કાર હશે તો, તે  ચરિત્રવાન કીર્તિવાન અને સર્વશ્રેષ્ઠ શિષ્ટાચારી બની શકે છે. માણસ એનાં સૌંદર્યથી વખણાતો નથી. એ એનાં ગુણોથી વખણાય છે. મર્યાદા જ માણસને મર્યાદા પુરુષોત્તમ બનાવે છે. જીવન એવું જીવી જાણીએ કે આપણી મોત ‘મૃત્યુંજયંતી’ બની જાય.‌

જન્મ અને મૃત્યુનાં વચ્ચેનાં ગાળાનાં સંબંધ સંપર્ક સ્નેહ ભક્તિ અને જ્ઞાનને આધ્યાત્મિક સ્તરે જો સમજીને જીવી  જાણીશું તો જીવન જીવવાની મજા કંઈક ઓર આવશે. ઈશ્વરની બધી વ્યવસ્થા – એટલે શરીર છોડીને ગયેલ આત્માનાં સગા સંબંધી બાળકો માટે  અથવા રાષ્ટ્રનું સુકાન સંભાળવા માટેની બધી વ્યવસ્થા  ઈશ્વરે એડવાન્સ  કરીજ રાખેલી હોય છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર પડતી નથી કે મારા મૃત્યુ પછી શું થશે ? મૃત્યુ ને સ્વીકારવું જ આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. મોહ માયા આશક્તિ મૃત્યુમાં બાધાજનક બને છે. એટલે નિર્માણ ચિત બનીને જીવન જીવવું.

આપણે તો ફક્ત મૃત્યુની ચિંતા કર્યા વગર નિશ્ચિત રહી કોઈને કષ્ટ પહોંચાડયા બીના આદર્શ જીવન જીવી જાણવું આપણું ધ્યેય હોવું જોઈએ. શરીરના જે કાંઈ પણ સંબંધ છે તે બધાં  સંબંધો  કાયમી નથી એમ સમજીને બધાં સાથે મર્યાદામાં રહી સંબંધ નિભાવવાના રહ્યાં. આપણે તો ફક્ત આ પૃથ્વી ઉપર એક ચલચિત્રના હીરો હિરોઈન વિલન ની જેમ પાઠધારી છીએ. વિશેષમાં આપણો કોઈ રોલ નથી. એ જ રીતે ઈશ્વર તરફથી આપણ ને મળેલો પાઠ (રોલ) ભજવી સમય આવે જીવનની અનંત યાત્રા કાજે આ શરીર છોડી જતાં રહેવાનું છે. એટલે જ ગયેલ આત્માનાં શરીરને પંચભૂતમાં મળી બળી જવાની વ્યવસ્થા ઈશ્વરે સ્મશાનમાં કરી રાખેલ છે. મોજ મસ્તી અને સુખાકારી જીવન જીવવું.

જન્મ સાથે મૃત્યુનો સંબંધ ફિક્સ હોય – આપણે એમ સમજી જીવનનાં દરેક સંબંધોને મૃત્યુ ને યાદ કરી અનકન્ડિશન રીતે જવાબદારી વફાદારી કર્તવ્ય સમજી નિભાવીશુ તો મૃત્યુ નો ભય જરા પણ નહીં થાય. ‘એજ રીતે જીવન જીવી જાણવામાં જ મજા છે.’ મૃત્યુને આવવાં દો… કારણ એની પાછળ પણ ઈશ્વરનો કંઈ સારો સંદેશ હશે. આપણાં સૌ ઉપર ઈશ્વરનો અંકુશ છે. ઈશ્વરનો અંકુશ આપણાં ઉપર નાં હોત તો આ માનવી માનવ સમાજને જીવવાનું મુશ્કેલ કરી દે. આજનો માનવી ચાલતા તો શીખી ગયો છે. પરંતુ આજ દિન સુધી કઈ રીતે બોલવું ક્યાં બોલવું શું બોલવું મર્યાદામાં બોલવું કે ન બોલવું અને સામેવાળાની સાથે આપણાં  ક્યાં પ્રકારનાં સંબંધ છે. એ પણ સમજી શક્યો નથી . આજે ઘરે ઘરમાં ઠેકાણે ઠેકાણે  ઉપદ્રવ જોવામાં આવે છે. અને અહંકારમાં આવી જઈને આવેષમાં બધા સંબંધને ભૂલી જાય છે. !! હું કોણ છું. આજે પણ મનુષ્ય વ્યવહારિક ભાષા શીખી શક્યો નથી.! મોંની બોલેલ ભાષામાં જો પવિત્રતા સત્કાર સન્માન નહીં હોય તો મનુષ્ય જીવન એવાં વ્યક્તિનું પૃથ્વી ઉપર કલંક સમાન છે. એવાં વ્યક્તિની વેલ્યુ પરિવારમાં કુટુંબમાં સમાજમાં જીવતા તો રહેતી નથી અને મર્યા બાદ પણ રહેતી નથી. ભલે આવી વ્યક્તિ આજીવન અહંકારમાં જીવે અને મૃત્યુને પામે.
ક્રોધ આત્મા નો દુશ્મન છે. ક્રોધ થી થયેલાં બધાં ગુનાહિત કૃત્ય પાપ કહેવાય છે.

આદર્શ જીવન ઘડતર કાજે અંકુશ હોવું જરૂરી છે. અંકુશ હશે તો જ  આદર્શ જ્ઞાન અને શિક્ષણની સંસ્કૃતિની ભાષાને જીવનમાં એપ્લાય કરી સુખદ પરિણામ મેળવી શકાય છે. અંકુશ સિવાય જીવનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. અંકુશ પરિભાષાનો અર્થ વિશાળ છે. અંકુશ વગર રાષ્ટ્રનું વહીવટ દાંપત્ય જીવનનું વહીવટ કે ધંધા રોજગારનું વહીવટ ખોરવાઈ જાય છે.  હાથી ઉપર પણ અંકુશ રાખવાં માહારથીએ ધારદાર તિષ્ણ હથિયાર રાખવું પડે છે. આધ્યાત્મિકતાનો મૂળ પાયો અંકુશ(control) છે. અંકુશ વગર ભક્તિ કે જ્ઞાન માં પરિપૂર્ણતાને પામવું  અસંભવ છે.

રાધાકૃષ્ણ નો આદર્શ જોઈ લો, શ્રી રામ ચરિત્ર માનસ વાંચી જાવ, સ્વામી વિવેકાનંદ ની જીવન ગાથા વાંચી જાવ… આજે પણ રોયલ ઘરાના નાં એવાં રાજાનાં વંશજો માં એ આદર્શ રેહણી કરણી વસ્ત્ર પરિધાન ચાલ ચલગત વાચામાં દેખાઈ આવે છે. આદર્શ વ્યક્તિનું જ્ઞાન અને સંગ માણસને તારે છે. ક્યારે પણ ડુબાડતું નથી એ સમજી જાણી લેવું જરૂરી છે. આવું જીવન પ્રાપ્ત કરવા કાજે વિદ્યાર્થી જીવન  જીવી જાણવું. પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે એજ સ્મરણ હોવું જરૂરી છે.

‘મૃત્યુ શાશ્વત છે પણ એને  ઉત્તમમાં ઉત્તમ રૂપાંતરિત કઈ રીતે કરીએ કે – ‘મૃત્યુ એક યાદગાર ‘મ્રત્યુજયંતિ’ બની જાય.’

મા નાં ગર્ભમાં વિકાસ પામી રહેલ બાળક મા નાં ગર્ભમાં મૃત્યુ પામે છે અને ક્યારે ક્યારે તો ધરતી માતાનાં ખોળામાં અવતરતાની સાથે મૃત્યુ પામે છે. મૃત્યુ ની કોઈ તારીખ હોતી નથી અને  કોઈ અવસ્થા  હોતી નથી. મૃત્યુ પામવાની કન્ડિશન પણ ફિક્સ હોતી નથી.મૃત્યુ ગમે ત્યારે કોઈપણ અવસ્થામાં કોઈ પણ સ્થળ ઉપર ,કોઈ પણ કારણસર મૃત્યુ થઈ શકે છે. જે આપણે સત્યને સ્વીકારી રોજનાં દિનચર્યા કામમાં લાગી જવું જોઈએ. આજનો માનવી મોહ માયાની ઈચ્છાઓ નાં તાણમાં આવી લાગણીઓથી ઘેરાયેલો છે .મૃત્યુ વિશે જાણકારી છે. પરંતુ મૃત્યુની સ્મૃતિ કાયમી ન હોવાનાં કારણ માનવી લાગણીમાં આવી દુઃખી થઈ બોલી ઊઠે છેઃ  કે મારી સાથે આવું કેમ બન્યું ? આવાં પ્રકારનાં મો માંથી નીકળેલાં ઉદગાર ,  ચિત્તમાં  લાગણીની સ્મૃતિ ભુંસાઈ ન હોવાનાં કારણ બોલી દુઃખી થવાય છે. પરંતુ ઈશ્વર કોઈને દુઃખ આપતો નથી એ સમજવું જરૂરી છે. આત્મા જ કરેલ કર્મ અનુસાર સુખ દુઃખને પામે છે. અને આયુષ મેળવે છે.

જે ઘટનાઓ સુખ દુઃખની બીજા સાથે ઘટે છે તે ઘટનાઓ આપણી સાથે પણ ભવિષ્યમાં ઘટવાની શક્યતાઓ રહેલ છે. તે આપણે સ્વીકારવું પડશે. અને આજ સ્વીકારાત્મક ભાવ આપણને દુઃખથી દૂર રાખે છે. યથાર્થ શ્રીમદ્ ભગવત્ ગીતાનાં કર્મના સિદ્ધાંત મુજબ ડ્રામા મુજબ બધુ ફિક્સ હોય આપણે સ્વીકારવું ઘટે. પરંતુ અટેન્શનમાં રહી કર્તવ્ય પ્રણાયતા સાથે આદર્શ જીવન જીવવાનું શીખી લઈશું તો – ‘આપણું મૃત્યુ લોકો માટે પ્રેરણા સ્રોત બનશે.’

હરેક શરીર ધારી જીવ આત્માઓની એવી મહત્વકાંક્ષા  હોય છે કે મારું જીવન જન્મથી લઈને મૃત્યુનાં વચ્ચેનો ગાળો કોઈની સેવા લીધાં વિના કેમ સુખી સ્વસ્થ આનંદ અને શાંતિ સાથે જીવનનો અંત આણીને ચીરવિદાય હું પ્રાપ્ત કરુ.પરંતુ આજે કોઈપણ આત્મા એવી નહીં હોય કે જેને શારીરિક માનસિક વ્યવહારિક  તકલીફ નાં હોય. અને દવાની એક ગોળી નહીં ખાતો હોય. આ બાબતે વિશેષમાં લખી જણાવું તો  અંધશ્રદ્ધામાં ન આવી ડોક્ટરે સૂચવેલ દવા ભુલ્યા વગર નિયમિત લેતા રહેવું . ‘ઈચ્છા મૃત્યુ મેળવવાં કાજે ઈશ્વરની ઈચ્છા ને પૂર્ણ કરવું.’

મૃત્યું શબ્દ નો યથાર્થ અર્થ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વાંચી મનન ચિંતન યોગ થી સમજી શકાયું છે કે કર્મનાં સિદ્ધાંત મુજબ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે. ‘ મનુષ્ય જેવાં કર્મ કરે છે તે મુજબ જ , તે સદગતિ અને અધોગતિ ફળની પ્રાપ્તિ કરે છે.’ કર્મની ગતિ બહું જ ગહન હોય વિરલા જ ભક્ત કે જ્ઞાની આત્મા સમજી જીવનમાં  અનુસરીને મુસાફરી કરી  શ્રેષ્ઠતાને પામે છે. આધ્યાત્મને સમજવું અને એ પથ ઉપર ચાલવું કોઈ માસી નું ઘર નથી.

‘હું એક આત્મા છું’  મનુષ્ય જીવાત્માને આત્મજ્ઞાન થતાં, આત્માઓ નું ઉદ્ધાર કરવું એ જ એનું આખરી મિશન હોય છે.અને એજ એની આધ્યાત્મની ભાષા હોય છે. અને એજ એનું પ્રથમ લક્ષ્ય હોય છે. અને એજ લક્ષ સાથે જન કલ્યાણ ની સેવા જ એનું પરમોધર્મ હોય છે. પવિત્ર આત્માને યોગબળથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતા એ આત્મજ્ઞાની પ્રભુતાને પામી સદગતિને પામે છે.

યથાર્થ શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાન શ્રી એ કહ્યું છે: કે જે આત્મા મને અનુસરીને કાર્ય કરે છે તેનું જન્મ અને મૃત્યુ મારા થકી સફળતા ને પ્રાપ્ત કરે  છે. તે આત્માને શરીરનાં કષ્ટની પણ કાંઈ અસર થતી નથી. આધ્યાત્મ પથ પર ચાલવું એટલે દુશ્મન ઉપર જીત મેળવવું .અને એ  દુશ્મન છે આપણાંમાં રહેલ માયારૂપી રાવણ – મોહ માયા કામ ક્રોધ દ્રષ્ટિ વિકાર-વાસના અહંકાર… જ્યાં લગી  આપણામાં રહેલ આટલાં બધાં માયારૂપી રાવણ પર જીત નાં મેળવીએ ત્યાં લગી સફળતાં મળવી મુશ્કેલ છે. આધ્યાત્મનો મૂળ પાયો ‘ પવિત્રતા અને યોગબળ (તપસ્યા) છે.’ યોગી પુરુષ પૂર્ણતાને પામતાં સરળચિત્ત મૃદુલ  સાહસી નીડર નિષ્પક્ષ નિર્ભય એકાગ્રચિત અને બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ બને છે. અને સાથો સાથ  જીવનમાં આવી પડતી મુશ્કેલીઓ એનાં માટે સહજ બની જાય છે. એની જીવન જીવવાની કળા ચારધામની યાત્રા બની જાય છે. અને એ યાત્રામાં  વિઘ્ન ની સામે એ વિઘ્નહર્તા પુરવાર થાય છે. આવી વ્યક્તિની  સહજ અવસ્થા એનાં જન્મ અને મૃત્યુને સફળ બનાવે છે. એટલે શરીરમાંથી આત્મા સહજ રીતે તકલીફ વગર શરીરનું ત્યાગ કરે છે. અને તેનું મૃત્યુ અને જન્મ લોકો માટે પ્રેરણાસ્રોત સરાહનીય દીવાદાંડી બની સ્મૃતિ દિવસ એક ‘મૃત્યુજયંતિ’ બની ઉત્સવ બની જાય છે.

પવિત્ર દેવી દેવતા સમાન જીવાત્મા થી થયેલ પવિત્ર કર્મ અને પુરુષાર્થ લોકો માટે એક દીવાદાંડી સમાન, અંધકારમાં પ્રકાશ પાથરી શુભ કાર્ય કરી તે આત્મા- દર્દ ભોગવ્યા વિના, સેવા લીધેલ વિના જ્યારે આનંદ ઉત્સવ કરતો હસતો રમતો નાચતો કુદતો મૃત્યુને… મતલબ એ શરીરને છોડીને જ્યારે આત્મા નીકળી જાય છે તો એનાં સ્મૃતિ દિવસ ઉપર આપણે ‘મૃત્યુ જયંતિ’ તરીકે ઉજવીએ તો મારી દ્રષ્ટિએ અતિશયોક્તિ નથી. એ આત્માનો પુરુષાર્થ અને આચરણ આ દુનિયા કાજે એક પ્રેરણા શ્રોત દ્રષ્ટાંત બની જવાનાં કારણ- એના મોતને ‘ મૃત્યું જયંતિ ‘ તરીકે પણ ઉજવી  શકાય છે. કારણ કે એ આત્માએ એનાં જીવનનાં અંતિમયાત્રામાં  જતાં જતાં કોઈને કષ્ટ પહોંચાડેલ નથી અને કોઈની સેવા લીધેલ નથી અને શાંતપણે શાંતિથી આ શરીર છોડી વિદાય લીધેલ છે. એટલે આવાં પ્રકારનાં મોત ને ‘મૃત્યુ જયંતિ’ તરીકે કેહવું મારી દ્રષ્ટિએ અતિશયોક્તિ નથી.

ઈશ્વર શુદ્ધ પવિત્ર આત્માને યોગ્ય સમયે યોગ્ય સ્થળે શાંતિથી ભલે કેમ ન બેઠેલો હોય. પરંતુ ઈશ્વર તે આત્માને શોધી, ઉઠાવી મૃત્યુનાં સ્થળે લઈ જીઈ ને પ્રસંગોપાતને ‘મૃત્યુમાં’  ફેરવીને તે વ્યક્તિને મૃત્યુનું રૂપ આપે છે.  આવી આત્માનું મૃત્યુ મેં નજરે નજર જોયું છે અને  જોનાર નાં મોં માંથી વાહ મૃત્યુ વાહ વાહ શબ્દો સરી પડે છે. જે આ એક સત્ય ઘટના છે. આ વ્યક્તિ પરમ પિતા પરમાત્મા શિવની આજ્ઞાકારી તપસ્વી આત્મા હતી.
આ યાદ આવી જતાં મારા આધ્યાત્મિક ગુરુ મારી મા  યાદ આવી જાય છે. તેમનું મૃત્યુ તો તેમની ઈચ્છા સ્થળે જ થયું હતું. મારા ખોળામાં મારા ઘર આંગણે …. જ્યાં મારું એકાંત વાસ હતું.

આ સત્ય ઘટના વિષય વિશેષમાં હું લખી જણાવું તો મોતનું સ્થળ અને એમની મોતની અવસ્થાનો દ્રશ્ય મેં મારી આંખે સ્પષ્ટ જોયું છે. એટલે હું આબેહૂબ સ્પષ્ટ વર્ણન કરી લખી શકું છું. તે ખુદ એક હાર્ટ પેશન્ટ હતા. પરંતુ વાત વ્યવહાર કર્મમાં જરાય દુઃખ નહોતું અનુભવેલું . તેમની છેલ્લી ચીરવિદાય  પ્રસંગ આનંદોત્સવ ગરબો તેમના મોતનું એક પ્રતિક બન્યું. વાહ ભગવાન તું તારા બાળકને કઈ રીતે કયા સ્થળેથી તું તારી પાસે દર્દ બીના બોલાવી લે છે …. તારી લીલા ને કોઈ સમજી નહીં શકે. આગળ શું લખવું !?
‘શ્રદ્ધા અને સબુરી’ ખરેખર ભગવાનને લાખ લાખ થેન્ક્સ કરવાની ઈચ્છા થાય છે.

એમનું મોતનું સ્થળ હતું પરમ પિતા પરમાત્મા શિવનાં સાનિધ્યમાં, બાપ દાદાની હાજરીમાં, તપસ્વીઓની તપોભૂમિ માઉન્ટ આબુ ‘જ્ઞાન સરોવર’ જે ઊંચામાં ઊંચું પર્વતમાળાઓથી ઘેરાયેલું આચ્છાદિત નયનરમ્ય મનને મોહિત કરનારો  જંગલોમાંનું એક ઉપવન તે ઉપવનના બાગવાન પરમપિતા પરમાત્મા શિવ અને એમની સાથે આજીવન પુરુષાર્થમાં જોડાયા સમર્પિત  એવાં તપસ્વી સફેદ વસ્ત્રધારી એમનાં પવિત્ર દિવ્ય  વત્સ… બ્રહ્માકુમાર બ્રહ્માકુમારીઓ…

આ સ્થળ ઉપર અમે બધાં એકસાથે સારી એવી સંખ્યામાં બે લક્ઝરી બસ કરી ગહન તપસ્યા માટે ત્રણ દિવસ માટે ‘અમદાવાદ બાપુનગર ઇન્ડિયા કોલોની’ થી અહીં અમે બધા ભેગા થયેલ હતા. તપસ્યા નાં છેલ્લા દિવસે સાંજે તપસ્યાનો કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થતા તે ખુશાલીમાં અમો બધા ગુજરાતનાં હોય એક ગુજરાતી ગરબા નો આયોજન કરવામાં આવ્યું હતું એ ગરબો રમવામાં મેં પણ ભાગ લીધેલ અને થાક અનુભવતાં હું મારી જગ્યાએ ખુરશી ઉપર આવીને બેસી ગયો. અને તેઓ પણ મારી સાથે મારી પાછળ ની ખુરશીમાં આવીને બેસી ગયા. અમે બંને હાથ મિલાવી ખૂબ હસ્યાં હતાં અને ગરબાનાં ખેલૈયાઓ તેમજ આનંદ ઉત્સવ અંગે ચર્ચા પણ કરી હતી. આવો અલ્લાહદક આનંદ ક્યારે મળશે… ‘આ અમારા બંને વચ્ચેનાં છેલ્લો સંવાદ હતો.’  બાદ અચાનક તે ક્યારેય  ખુરશીમાં થી ઉભા થઈને ગરબા રમવામાં જોડાઈ ગયાં તે મને ખબર નહીં પડી …!? અને ગરબા  રમતા રમતા  એક ઘટના એવી ઘટી કે તેઓ ઢળી પડ્યાં અને  થોડીક મિનિટમાં જ એ જ ઘડીએ મૃત્યુને ભેટ્યાં .!! કોઈ સારવાર કામ ન લાગી.

આવાં પ્રકારનાં ઘટના ઉપરથી સાબિત થાય છે કે –  માણસ ગમે ત્યાં શાંતિથી બેઠો હશે તો પણ તેને મૃત્યુ માટે મૃત્યુ સ્થળ ઉપર યમરાજ ખેંચી લાવી મોતને પેગામ આપી
દે છે. ઈશ્વર ખુદ નિમિત પ્રસંગો પાતને નિમિત ગણાવી મોતનું કારણ બતાવે છે. જે ખૂબ જ સમજવા જેવું ગુહ્યરાજ છે. જે માણસની બુદ્ધિમાં જરાય નાં ઉતરે. સારું છે પ્રશ્નો કર્યા વગર ભૂલી જવામાં સુખ છે. જે નગ્ન સત્ય છે. મારી દ્રષ્ટિએ કહેવું અતિશયોક્તિ નથી. કેમ કે હું પણ એક આધ્યાત્મિક તપસ્યાના પૂર્ણાહુતિ પ્રસંગ ‘સત્ય ઘટના’-  તેમનાં મૃત્યુને નજરે જોનાર હું પણ એક તાજનો સાક્ષી છું

જે આત્મા ગરબો રમતાં રમતાં આનંદનાં હર્ષોલ્લાસ માં હસતાં હસતાં અચાનક શરીર છોડીને ગઈ , એ વ્યક્તિ મારા મિત્ર પણ હતા. તેમની પવિત્રતાની બાયોગ્રાફી અને મક્કમતા વિશે હું જાણતો હતો. તેમનો સ્વભાવ શાંત શીતલ સરળચિત નીર અભિમાની હસમુખ મિલનસાર શિષ્ટાચારી આજ્ઞાકારી મૃદુલ સમયદાની પરમ પિતા પરમાત્મા શિવના ચુસ્ત આજ્ઞાકારી ભક્ત અને સંદેશ વાહક તરીકે તેઓ ઓળખાતાં હતાં. તેઓ માઉન્ટ આબુમાં સમર્પિત આત્માઓની નર્સિંગ સેવા થી લઈને રસોડામાં ની સેવા કરવામાં પણ પાછા નહીં પડતા. તેમની સેવા એમની અદાકારી કાર્ય કરવાની પદ્ધતિ  પણ ખૂબ કાબેલિયત ભરી હતી. તો આવી પર્સનાલિટી વાળી વ્યક્તિ વિષય અમારાં જેવા આધ્યાત્મિક લેખકની કલમ લખવાં તેમજ શ્રદ્ધાંજલિ રૂપે પણ અટકતી નથી. હું ના લખું તો મને લાગશે કે મેં કાંઈ ખોટું કર્યું છે. આવી મહાન આત્માને પરમ પિતા પરમાત્મા યોગ્ય સ્થાન આપી એમનું મૃત્યુ એક ઉત્સવ કેમ ના બની જાય. ઓમ શાંતિ. તેમનાં ઘરમાંથી તેમની મોટી દીકરી પણ કુવારી નાની વય થી પરમપિતા પરમાત્મા શિવને સમર્પિત થઈ તેમની સેવામાં આજે આજીવન સમર્પિત છે. એમનાં યુગલ પણ (પત્ની ) ભગવાન શિવ બાપદાદાના સાનિધ્યમાં સેવામાં તત્પર રહે છે.

જગત પરિવર્તનશીલ છે. જે જન્મે છે એનું મૃત્યુ છે. એ પણ આપણે સ્વીકારવું ઘટે. મા ના ગર્ભમાં બાળક મૃત્યુ પામે, જન્મ લઈને મૃત્યુ પામે, જુવાની માં મૃત્યુ પામે,અઘટિત ઘટનાથી મૃત્યુ પામે કે  ઘડપણમાં મૃત્યુ પામે -‘ મૃત્યુ તો શાશ્વત છે.’  ‘જીવો તો અનકન્ડિશનલ શરતો સાથે જીવો અને ઈશ્વર ની વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખો, કર્મનાં સિદ્ધાંતને સ્વીકાર કરશો તો જીવન જીવવાનું ખુબ સરળ બનશે. ‘ખુદા દોસ્ત ઔર કોઈ નહીં ‘

જન્મ તિથિ એ કરાતો ઉત્સવ હિન્દુઓમાં રામ જયંતિ હનુમાન જયંતી કૃષ્ણ જયંતિ વામન જયંતી નરસિંહ જયંતિ શંકર જયંતિ વગેરે તેને તિથિનો ઉત્સવ કહી શકાય છે, પરંતુ મૃત્યુંજયંતિ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવતું. આમ જયંતિ શબ્દ નો ઉપયોગ મૃત્યુ જયંતિ તરીકે ઉપયોગમાં ના લઈ શકાય એમ કહેવાય છે . મુખ્ય સેલિબ્રેશન ડે તરીકે આનંદ ઉત્સવ મનાવવામાં આવે છે.

ઈશ્વર કહે છેઃ કરેલાં કર્મ ફેલ જતાં નથી.
અને વાવેલા કર્મ બી નું ફળ મળી આવે છે માંગવું પડતું નથી. હું કોઈને સજા કરતો નથી, હું કોઈને કાંઈ આપતો નથી. ‘સફળતા તો તમારો જન્મ સિદ્ધિકાર છે.’ જે ભક્ત જે જ્ઞાની આત્મા મને યાદ કરી કર્મ કરે છે એમનો હું સદા સહયોગી રહું છું. સૃષ્ટિ ચક્ર મુજબ બધું ફિક્સ જ હોય છે . સમય અવધિ પુર્ણ થતાં કર્મની સજા કહો કે ફળ કહો મનુષ્ય એમની રીતે પ્રાપ્ત કરે છે. શ્રેષ્ઠ કર્મ અને પવિત્ર જીવન આત્માનું સ્તંભ છે. મનુષ્યનાં દેહનું જીવન જ્યોતિ આત્મા જ બિંદુ સ્વરૂપ છે.

  મનુષ્યની આત્મા જ્યારે પરમાત્માને ઓળખવા લાગે છે. બાદ તે આત્મા પરમજ્ઞાની બની પરમાતમ પ્રેમી બની જાય છે. અને એજ પરમાતમ પ્રેમ  મનુષ્યનાં જીવનનું એક સંસ્કાર બની કલ્યાણી આત્મા પુરવાર થાય છે. એનું મૃત્યુ લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે.મનુષ્ય જન્મ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ કહેવાય છે, કારણ મનુષ્ય શરીરમાં આત્માનું વાસ છે અને આત્માનાં ગુણ છે. – પવિત્રતા પ્રેમ શક્તિ શાંતિ સુખ જ્ઞાન અને આનંદ અને આત્માનાં સંસ્કાર છે. – મન બુદ્ધિ સંસ્કાર… અને આજ આત્મ જ્ઞાન થીં માણસમાં આત્માનાં ગુણ અને સંસ્કાર બુદ્ધિમાં ઉતરી જાય તો જીવનનાં ભવસાગરમાં તે આત્મા તરી  પ્રભુનાં ખોડામાં સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે તે આત્મા મૃત્યુ કષ્ટ બીના મૃત્યુને પ્રાપ્ત કરે છે. એ ખોડો કેવો ..? જેમ એક નાનો બાળક એની મા નાં ખોડા માં દુહા લોરી ગીત સાંભળતા હીંચકા ખાતા ખાતા આનંદ લે છે. એવી જ રીતે તે આત્મા  ઈશ્વરનો ખોડો પ્રાપ્ત કરે છે. એટલે વાહ મૃત્યુ

શીર્ષક – વાહ મૃત્યુ  !   એક અજબ ગજબ યથાર્થ અનુભવ પરથી લેખ લખી શકાયું છે. પવિત્ર અને યોગી આત્મા પાછળ  આધ્યાત્મિક પરિબળો કેવાં કામ કરે છે. જે સત્ય છે.  ભક્તિમાં ભક્ત પાપ અને  પુણ્યને ઓળખી શકતો નથી. કારણ  ભક્તિમાં મંદિર બદલાય દેવી-દેવતા બદલાય અને ગુરુ બદલાય છે. અને વધારામાં ઘરમાં ભાઈ બહેન હોવા છતાં ધર્મનાં ભાઈ બહેન બનાવાય છે.
અને જ્ઞાન એક  એવો પ્રકાશ છે જે આત્માને પ્રકાશિત કરે છે. અને આત્મા પ્રકાશિત થઈ
પરમાત્મા સાથે મિલન મનાવે છે. એજ મિલન થી આત્મા યોગી બની યોગેશ્વર બને છે. અને યોગેશ્વર બન્યા પછી કઈ માગવાનું રહેતું નથી. સત ચિત આનંદ….

આ લેખ  દરેક આત્માઓને ઈશ્વર તરફથી સંદેશ આપતું પ્રેરણા સ્ત્રોત લેખ કહી શકાય છે. જો માણસ જીવન જીવવાની અને ઉચ્ચ સંસ્કારને તે સમજી જાણે તો મૃત્યુ એનાં માટે ઈશ્વરનો ખોળો બની જાય છે. અને એ ખોળો ધરતી માતાનાં ખોળામાં કરેલ સારાં નરસાં કર્મ એક પુરાવો બની સૌ માટે એક ચમત્કાર સ્વરૂપે ઈશ્વરીય સંકેત આપતું લકીર બની જાય છે.અને એ લકીર એને ફકીર બનાવી ઈશ્વર તરફ દોરી જાય છે. જેનો હમસફર ફક્ત ઈશ્વર હોય એનું મૃત્યુ પણ આવકારદાયક પ્રેરણાદાયી  સરાહનીય વંદનીય શોભનીય બની એક ઇતિહાસ બની જાય છે.

ભક્તિ અંધકાર અને જ્ઞાનને પ્રકાશ એટલે જ કહેવામાં આવ્યું છે કે – ‘જ્ઞાની તું આત્મા ભવ:’
‘આત્મજ્ઞાની’ વ્યક્તિ બાદ , મનુષ્યથી માનવ બને છે.અને માનવ બની આત્માનાં ગુણ અને સંસ્કાર નેં જાણી તે વ્યક્તિ  પવિત્ર કર્મ કરતો થઈ જાય છે. સંસારના ભવસાગરમાં રહી તે જ્ઞાનનાં પ્રકાશથી મરજીવો બની તરતાં શીખી જાય છે. અને તે અજ્ઞાનથી, ભ્રમથી, અંધશ્રધ્ધામાં ડૂબેલાઓને તે જ્ઞાની આત્મા મરજીવો બની તેવાઓને જ્ઞાન તરફ  દોરી
સુખનાં સાગર એવાં પરમપિતા પરમાત્મા શિવનાં દર્શન કરાવે છે.
              સત્યમ્ શિવમ્ સુન્દરમ્

ચાલો આપણે પણ આપણા જન્મ અને મૃત્યુને સફળ બનાવવા આત્મજ્ઞાન મેળવીને ઈશ્વરીય સંદેશને આચરણમાં લાવી હૃદયથી જનહિત ના કામમાં લાગી ગઈ આપણી છેલ્લી મૃત્યુ અવસ્થાને શોકના નાં બદલે હર્ષ માં ફેરવી લોકોને કઈ આપણી ઊંડી યાદ આપતા જઈએ જેથી લોકો યાદ કરી કહીં ઉઠે કે – હતો કોઈ એક  આત્મા….. ચાલો એના સ્મૃતિ દિવસે મૃત્યું જયંતિ ઉજવીએ.

   હતી એક  અવિશ્વસનીય દુર્ઘટના: અમદાવાદ એર ઇન્ડિયા નું વિમાન ક્રેશ અમદાવાદ શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલ આઇજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં  242 લોકો સવાર હતા.જે આજે પણ યાદ આવતાં હ્રદય ને હચમચાવી મૂકે છે.એ દ્રશ્ય દર્દ ચીસ માસુમિયત ચહેરો બન્ને પાયલોટ ક્રુ મેમ્બરો તથા બધાં ફ્લાઈટમાં  મુસાફરી કરતાં પેસેન્જરો એક સાથે એક ઝાટકે પ્લેન ઉડાન ભરતાં જ થોડા અંતરે જ  સેકન્ડે માં બળી નેં ખાક થઈ જાય છે !!??  ફકત મળી આવે છે  બળી ગયેલ હાડપિંજર અવશેષ!? અને બીજું કહીં જણાવુ તો પ્લેન ક્રેશ અકસ્માત સ્થળે જ્યાં પ્લેન અથડાયું તે બિલ્ડીંગ નીચે નિર્દોષ મેડિકલ વિદ્યાર્થી ડોક્ટરો પણ મૃત્યુ ને ભેટ્યાં છે. તો આ છે મૃત્યુની એક  પ્રકારની અલગ કર્મની સત્ય ગાથા. જે વિચારવા માટે મજબૂર કરે છે.

તો આવો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં સિદ્ધાંતને સ્વીકારી આધ્યાત્મિક પથ ઉપર ચાલીને આ જન્મને જન કલ્યાણ સેવામાં સમર્પિત કરી પવિત્ર બની પુરુષાર્થ કરીને શિવ સંદેશ સાથે વિશ્વ શાંતિનો  સંદેશ ખૂણે ખૂણે  પહોંચાડીને મૃત્યુને પણ સફળ બનાવીએ. આધ્યાત્મ એટલે ઈશ્વર સાથે યોગ અને યોગ પવિત્રતા વગર સફળ થઈ શકવાનો નથી. ઈશ્વરની નજરમાં આપણી કરણી અને કથની આધ્યાત્મિકતાનો મૂડ પાયો છે. અંકુશ એનું પ્રતીક છે. આદર્શ એનું પ્રતિબિંબ છે. ભક્તિ કે જ્ઞાન વિશેષ નથી પરંતુ એ ભક્તિ અને જ્ઞાનને આપણે જીવનમાં કઈ દ્રષ્ટિએ એપ્લાય કર્યું છે એનાં ઉપરથી પરિણામની પ્રાપ્તિ થાય છે. સ્વાર્થમાં અનેક ગુરુ કર્યા. અનેક મૂર્તિઓની પૂજા કરી. અનેક દેવી દેવતા બદલ્યા.  અનેક સંપ્રદાયો બદલ્યા, તિલક બદલ્યા વસ્ત્ર બદલ્યા પરંતુ પોતાને નહીં બદલી શક્યાં ચિત્ર ચરિત્રને નહીં બદલી શક્યા ઈશ્વરને ભૂલી જઈ ગુરુને પૂજવા લાગ્યાં આત્માને ભૂલી ગયાં અને આત્માને પરમાત્મા સમજી  પોતાને ભગવાન સમજી બેઠયા ! આવું બધું આશક્તિ અને લાગણી ભર્યું  જ્ઞાન આપણને ઈશ્વર નજીક પહોંચવા વિઘ્ન સાબિત થાય છે. ગુરુની ભાષાને યથાર્થ સમજી જીવનમાં એપ્લાય કરીશું તો ભવસાગર તરી જઈશુ અને જીવન આનંદ ઉત્સવ થી ખીલી ઉઠશે. ગુરુ ઈશ્વર નજીક પહોંચાડવા શિષ્યને મદદ કરે છે.
                 સબકા માલિક એક
                            અસ્તુ
ડૉક્ટર કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
આધ્યાત્મિક લેખક
ID utsav.writer@gmail.com
Mo.no.9913484546

Leave a comment