“સેકન્ડ ઇનિંગ” પુસ્તક વિમોચન કાર્યક્રમ
“સપનું એક મેં બાળપણથી જોઈ, ઘણીવાર એને પંપાળ્યું હતું. પોતાના રચેલા અનેક પુસ્તકોથી ખ્યાતિને, ખ્યાતિ મળે એમ વિચાર્યું હતું.”

સાચે જ મારું આ સપનું બીજી વખત ટૂંક સમયમાં સાકાર થયુ એનો મને ખૂબ આનંદ છે. 4-8-2025 શ્રાવણ મહિનાના સોમવારના શુભ દિવસે ઓનલાઈન મીટીંગ દ્વારા રાત્રે 9:00 વાગે whatsapp ના માધ્યમથી મારા પુસ્તકનું વિમોચન અગ્રણી સાહિત્યકાર, એવા શ્રી યશવંત મહેતાના વરદ હસ્તે થયું.
શ્રી અંકિત ચૌધરી ‘શિવ’ એ ઉદ્ઘોષક તરીકેની સુંદર કામગીરી સ્વીકારી. વહટ્સપની અંદર લિંક જનરેટ કરી સૌને અમે આમંત્રણ પાઠ્વ્યું. રાતના નવ વાગે બરોબર કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. અપેક્ષા મુજબ મારા પરિવારજનો, શ્રી યશવંત મહેતા, મિત્રો,સ્નેહીજનો અને શુભચિંતકો આ કાર્યક્રમની અંદર લિંકના માધ્યમ દ્વારા જોડાયા. અંકિતભાઈએ સૌને પ્રેમપૂર્ણ રીતે આવકારયા.
અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી યશવંત મહેતાની ઓળખ આપ્યા બાદ તેમના વિશે ‘સંગીત સાહિત્ય અને વિશ્વના ગ્રુપ’ના એડમીન એવા માનનીય રાજુલ કૌશિકે અતિથિ વિશેષનો ટૂંકો પરિચય આપ્યો. ત્યારબાદ યશવંત કાકાએ સૌ સાથે વાર્તાલાપ કરી તરતજ મારુ પુસ્તક “સેકન્ડ ઇનિંગ”નું વિમોચન કર્યુ . મારું સપનું જાણે સાકાર થતું હોય એમ આટલા દિગ્ગજ વ્યક્તિઓની હાજરીમાં પુસ્તકનું વિમોચન જોઈ હું રોમાંચિત થઈ ગઈ.
મારું લેખનકાર્ય,મારું સર્જન મારુ પુસ્તક એના વિશે મેં ટૂંકમાં પરિચય આપ્યો. પુસ્તકમાંની વાર્તાઓના વિચારબીજ મને ક્યાંથી મળ્યા?એ સર્જાયેલી વાર્તા રૂપી કૃતિઓમાં શું વિશેષતા છે? એની અંદર રહેલી પાત્ર વરણી,અને કલમની કરામત વિશે ટૂંકમાં સમજાવ્યું.કવરપેજ અંગેની મહેનત અને જેહમત અંકિતભાઈ એ સરસ રીતે વર્ણવી.
જન ફરિયાદ વર્તમાનપત્રના સંચાલક એવા ‘શ્રી પ્રદીપભાઈ અને મીનાક્ષીબેન ‘હાજર હતા. પ્રદીપભાઈએ મારા પુસ્તક વિશે મારા લેખન કાર્ય વિશે સુંદર વક્તવ્ય આપ્યું. એમની વ્યસ્તતાને લીધે તેઓએ વક્તવ્ય આપ્યા બાદ તરત રજા લીધી.
મારા આ કાર્યને સતત પ્રોત્સાહન આપનાર એવો વિદેશસ્થિત મારો દીકરો સ્વરિલ દેસાઈ પણ હાજર રહ્યો હતો એનો મને ખૂબ આનંદ છે.એણે પણ મને શુભેચ્છા પાઠવી અને ‘બેસ્ટ ઓફ લક ‘કીધું. ભવિષ્યમાં તું ઉત્તમ ઉત્તમ પુસ્તક આપતી રહે એવી વાત જણાવી. હું ગદગદ થઈ ગઈ.એણે એ પણ સ્વીકાર્યું કે ગુજરાતી ભાષા એ દસમા ધોરણમાં હતો ત્યારે આજથી 15 વર્ષ પહેલાં ભણેલો. હવે એને એનુ વાંચન નથી.છતાં પણ એ મને પ્રોત્સાહન આપે છે. એ મારા માટે અને ઉપસ્થિત સૌ માટે ગર્વ અને આનંદની વાત હતી.
માતા પિતા માટે એમના સંતાનની પ્રગતિ છાતી ફુલાવી દેનાર હોય.મારા પપ્પા અને મમ્મી શ્રી દુષ્યંતભાઈ લાખીયા અને દીપ્તિબેન લાખીયા બંને જણાએ એમના આશીર્વાદ દ્વારા મને શુભેચ્છા પાઠવી.હું એમની ઋણી રહીશ કે એમના થકીજ હું મારા આ કાર્યને વેગવંતુ બનાવી શકી છું. એમણે જ મારા વાંચનના શોખને પોષ્યો છે. લેખનના કાર્યમાં સતત પ્રોત્સાહિત કરી છે. મારા કાકા શ્રી મનોજભાઈ લાખિયા એ પણ મને મીઠા શબ્દો દ્વારા આશીર્વાદ આપ્યા.
સૌએ આ કાર્યક્રમને ભરપૂર માણ્યો. ઘણા બધા લોકોએ પોતાના વિચારો, અનુભવ જણાવ્યા.મારા પતિદેવ શ્રી જીગર દેસાઈએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. મારા લેખનને પ્રોત્સાહન આપ્યું. સૌ મિત્રોએ જે મને સહકાર આપ્યો એ બદલ આભાર વ્યક્ત કર્યો.
જેનો આરંભ હોય એનો અંત પણ હોય પણ મારા માટે આ અંત એક નવી શરૂઆત કરતો ગયો. આભાર વિધિમાં મેં અતિથિ વિશેષ શ્રી યશવંતભાઈ મહેતા, ઉપસ્થિત સૌ મિત્રો,સ્વજનો,સ્નેહીજનો, શુભચિંતકો સૌનો દિલથી આભાર માન્યો. ઉદ્ભોષક તરીકે અંકિતભાઈનો આભાર માન્યો. કાર્યક્રમને પૂર્ણ જાહેર કરી સૌને શુભ રાત્રી પાઠવી.
મારા મનમાં ઉત્તમ છાપ મૂકી ગયેલો આ “સેકન્ડ ઈનિંગ” પુસ્તક વિમોચનનો કાર્યક્રમ સંસ્મરણ્ય અને યાદગાર બની ગયો.
અસ્તુ.
Leave a comment