લ્યુકેમિયા – 13 બોનમેરો શું છે?

ડૉક્ટર ઈશાનની વાત સાંભળીને મારા અને સિતારાના હોંશ ઉડી ગયા. અમારા બંનેનું મોં પહોળું થઈ ગયું. અમે એક બીજા તરફ જોવા લાગ્યાં. મનમાં ઉઠેલા અનેક પ્રશ્નોએ વિચારોનું વંટોળુ લાવી દીધું હતું. સિતારા ખૂબ ભોળી એટલે તેને ડૉક્ટર ઈશાનને પૂછી લીધું,

“ડૉક્ટર ઈશાન, તમે શું કહેવા માગી રહ્યા છો! અમારું લોહી મેચ થઈ ગયું છે પણ અમે અમારા દીકરાને લોહી ના આપી શકીએ! તમે પાગલ થઈ ગયા છો કે શું? મને તો કંઈ સમજાઈ રહ્યું નથી.”

હું પણ તેની વાતમાં સુર પુરાવતાં બોલ્યો, “હા ઈશાન, તું આ શું કહી રહ્યો છે? અમારું બ્લડ મેચ થયું છે પણ અમે અમારને બ્લડ ન આપી શકીએ! પણ કેમ?”

ત્યારે ડૉક્ટર ઈશાન ઊભા થયા. અને બોલ્યા, “સામેના સોફા ઉપર આવીને બેશો.”

હું ઊભો થયો અને સિતારા સાથે જઈને સોફા ઉપર સેટ થયો. ડૉક્ટર ઈશાન મારી બાજુમાં આવીને બેઠા અને બોલ્યા, “એ વાત એકદમ બરાબર છે કે તમારા ત્રણેનું બ્લડ ગ્રુપ સેમ છે. જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે તમે એકબીજાને બ્લડ આપી શકો છો પણ અત્યારે વાત બ્લડની નથી.”

“તો શેની વાત છે?” સિતારાએ પૂછી લીધું.

તે ખૂબ કુનેહપૂર્વક બોલ્યા, “જો બ્લડ બદલવાની જરૂર હોત તો આપણે અહીં ના બદલી દેતા હોત! એની માટે તમને અમેરિકા ધક્કો શા માટે ખવડાવું? બીજી વાત કે જો બ્લડ જ બદલવાનું હોત તો તમને કરોડોનો ખર્ચો કેમ જણાવતો? એ વાતનો તમને વિચાર નથી આવતો! જો અમારનું બધું જ બ્લડ ખરાબ થઈ જાય તો એને શુદ્ધ બ્લડ આપવું પડે પણ અત્યારે એની કોઈ જરૂર નથી.”

ત્યારે હું બોલ્યો, “ઈશાન, અમને એટલી બધી સમજ નથી કે અમે આ બધી પ્રોસેસ સમજી શકીએ. તમે થોડું વિસ્તારથી જણાવશો તો અમને આઇડિયા આવશે. દીકરાની ચિંતામાં અમે બેફીઝુલ વાતો પણ કરતાં હોઈએ..”

“હું તમારી સમસ્યા સમજી શકું છું, હવે અમાર સાથે મારો પણ સંબંધ છે. તે હવે માત્ર મારો પેશન્ટ નથી. મારો ભત્રીજો પણ છે અને તેને હરહાલમાં હું બચાવવા માગું છું. તમને પૂરતી માહિતી નથી તો એ માહિતી હું આપીશ પણ તમારે એને ધ્યાનથી સાંભળવી પડશે.”

ત્યારે હું અને સિતારા એકબીજા તરફ જોવા લાગ્યાં. મેં આંખોના ઈશારાથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને તે સમજી ગઈ. ડૉક્ટર ઈશાનને સંબોધતાં મેં કહ્યું, “ઈશાન, બોનમેરો વિશે તો આપે જાણકારી આપી હતી પણ અમે બરાબર એને સમજી શક્યા નથી. તો હવે હું આપ પાસેથી બોનમેરો વિશે પૂરતી માહિતી જાણવા માગું છું. જો અમને બોનમેરો વિશે પૂરતી માહિતી હશે તો અમે પણ એમાં કંઈક તમારી મદદ કરી શકીશું. જેથી આપણા અમારનો જીવ બચી જાય.”

“જી શિવ ભાઈ, તમારી પાસેથી મને સાથની જ અપેક્ષા હતી. આપ જેટલો સહકાર આપશો એટલી જ જલ્દી આપણે અમારને સ્વસ્થ કરી શકીશું.”

“અમે આપને પૂરતો સહકાર આપીશું.” મારી પહેલાં સિતારા બોલી પડી.

“થૅન્ક યુ, તો આપણે સૌ પ્રથમ એ જાણીશું કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ શું છે? બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) એ ચોક્કસ કેન્સર અથવા અન્ય રોગો ધરાવતા દર્દીઓ માટે એક ખાસ ઉપચાર છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટમાં સામાન્ય રીતે બોનમેરો (સ્ટેમ સેલ્સ) માં જોવા મળતા કોષો લેવા, તે કોષોને ફિલ્ટર કરવા અને તેમને દાતા (દર્દી) અથવા અન્ય વ્યક્તિને પાછા આપવાનો સમાવેશ થાય છે. આનો મુખ્ય ધ્યેય એ છે કે વ્યક્તિના પોતાના બિનઆરોગ્યપ્રદ બોનમેરોની સારવાર કર્યા પછી, અસામાન્ય કોષોને મારવા માટે સ્વસ્થ બોનમેરો કોષોને તેના શરીરમાં ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે છે. 1968 થી લ્યુકેમિયા, લિમ્ફોમા, એપ્લાસ્ટિક એનિમિયા, રોગપ્રતિકારક ઉણપ વિકૃતિઓ અને કેટલાક સોલિડ ટ્યુમર કેન્સર જેવા રોગોની સારવાર માટે બોન
મેરો ટ્રાન્સપ્લાન્ટનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

તેમની આ માહિતી સાંભળીને અમે નિઃશબ્દ હતાં. કેમકે આમાંથી 1% માહિતી પણ અમારી પાસે નહોતી. હું અને સિતારા તો જાણે કોરી સ્લેટ હોય એમ ડૉક્ટર ઈશાન તરફ જોઈ રહ્યાં હતાં. ફરી ડૉક્ટર ઈશાન બોલ્યા,

“મેં તમને પહેલાં માહિતી આપી હતી પણ હવે ફરી એક વખત બોનમેરો શું છે એની વિશે થોડી વધારે સમજ આપી દઉં…”

“હા ઈશાન, જેટલી માહીતિ હશે એના આધારે આપણે અમારની વધારે મદદ કરી શકીશું.”

“જી, આપણે એકબીજાની મદદ કરીશું, જેથી આપણે અમારની મદદ કરી શકીશું.” સિતારાએ કહ્યું.

હું અને સિતારા બંને આજે હિંમત દેખાડી રહ્યાં હતાં. મનમાં અનેક વંટોળ ઊઠેલું જ હતું પણ આજે અમારા દીકરા માટે અમે કંઈપણ કરી છૂટવા તૈયાર હતાં. ડૉક્ટર ઈશાન બોલ્યા,

“આજે તમે બંને ભાવુક થવાની જગ્યાએ જે હિંમત દેખાડી રહ્યાં છો, એ જોઈને મને હવે વિશ્વાસ થઈ ગયો છે કે આપણે સાથે મળીને અમારનો નખ પણ નહિ મરવા દઈએ.”

“હવે અમે બંને તમને આટલાં જ હિંમતવાન જોવા મળીશું. હવે અમારી હિંમત નહિ તૂટે..” મેં જવાબ આપ્યો.

“That’s Good.”

“તો આપ બોનમેરો વિશે કંઇક વધારે માહિતી આપી રહ્યા હતા.” મેં પૂછ્યું.

“જી, તો સાંભળો.. બોનમેરોને ગુજરાતીમાં અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. અસ્થિ મજ્જા એ હાડકાંની અંદર જોવા મળતી નરમ, સ્પોન્જી પેશી છે. તે સ્થાન છે જ્યાં શરીરના મોટાભાગના રક્ત કોષોનો વિકાસ થાય છે અને સંગ્રહિત થાય છે. અન્ય રક્ત કોષો બનાવતા રક્ત કોષોને સ્ટેમ સેલ કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન સ્ટેમ સેલને પ્લુરીપોટેન્ટ સ્ટેમ સેલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ગુણધર્મોની દ્રષ્ટિએ અસ્થિ મજ્જા અન્ય રક્ત કોષો કરતાં અલગ છે:

નવીકરણ – તે પોતાના જેવા જ બીજા કોષનું પ્રજનન કરવામાં સક્ષમ છે.

ભિન્નતા – તે વધુ પરિપક્વ કોષોના એક અથવા વધુ ઉપગણો ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.


ને આ બધામાં

અસ્થિ મજ્જા પ્રત્યારોપણમાં  સૌથી જરૂરી સ્ટેમ સેલ છે.”

તેમના દ્વારા સચોટ માહિતી આપવામાં આવી, જે જાણીને અમે હવે અમારની બીમારીને સમજવા લાગ્યાં હતાં. મારું માનવું છે કે જેટલી જ વધારે બીમારીને સમજી શકીશું એટલી જ વધારે અમારની દેખરેખ રાખી શકીશું.” ડૉક્ટર અમાર તેમની વાત આગળ ધપાવતાં બોલ્યા,

“હવે હું તમને એ જણાવું કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કેમ જરૂરી છે? બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો ધ્યેય ઘણા રોગો અને કેન્સરના પ્રકારોનો ઇલાજ કરવાનો છે. જ્યારે કેન્સરના ઇલાજ માટે જરૂરી કીમોથેરાપી અથવા રેડિયેશનના ડોઝ એટલા ઊંચા હોય છે કે વ્યક્તિના બોનમેરો સ્ટેમ સેલ સારવાર દ્વારા કાયમી ધોરણે નુકસાન પામે છે અથવા નાશ પામે છે, ત્યારે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે. જો બોનમેરો કોઈ રોગ દ્વારા નાશ પામ્યો હોય તો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડી શકે છે.”

ડૉક્ટર ઈશાન ખૂબ સચોટ રીતે અમને આ ટ્રાન્સપ્લાન્ટ વિશે સમજાવી રહ્યા હતા. તેમણે તેમની વાત આગળ ધપાવતા કહ્યું,

“રોગગ્રસ્ત, બિન-કાર્યકારી અસ્થિ મજ્જાને સ્વસ્થ કાર્યકારી અસ્થિ મજ્જાથી બદલો (લ્યુકેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને સિકલ સેલ એનિમિયા જેવી પરિસ્થિતિઓ માટે) કરવામાં આવે છે. એક નવી રોગપ્રતિકારક શક્તિને પુનર્જીવિત કરવામાં આવે છે, જે હાલના અથવા અવશેષ લ્યુકેમિયા અથવા ટ્રાન્સપ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા કીમોથેરાપી અથવા રેડિયેશન દ્વારા નષ્ટ ન થયેલા અન્ય કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે. જીવલેણતાની સારવાર માટે કીમોથેરાપી અથવા રેડિયેશનના ઉચ્ચ ડોઝ આપવામાં આવે છે, પછી બોનમેરોને બદલો કરી તેનું સામાન્ય કાર્ય પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઘણીવાર બચાવ કહેવામાં આવે છે. આનુવંશિક રોગ પ્રક્રિયા (જેમ કે હર્લર સિન્ડ્રોમ અને એડ્રેનોલ્યુકોડિસ્ટ્રોફી) થી વધુ નુકસાન અટકાવવા માટે બોનમેરોને આનુવંશિક રીતે સ્વસ્થ કાર્યકારી અસ્થિ મજ્જાથી બદલવામાં આવે છે. પ્રક્રિયા પહેલાં તમારા આરોગ્યસંભાળ પ્રદાતા અને અસ્થિ મજ્જા પ્રત્યારોપણના નિષ્ણાતો સાથે સંપૂર્ણ ચર્ચા કરીને જોખમો અને ફાયદાઓનું વિશે પૂર્ણ માહિતી મેળવવામાં આવે છે. આ માહિતીને આધારે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ રાખવામાં આવતી કાળજીઓ વિશે પણ જાણવામાં આવે છે. ત્યારબાદ દર્દીના પરિવારને પણ અમુક કાળજી રાખવા માટે સલાહ આપવામાં આવે છે પણ હાલ એના વિશે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. કેમકે એ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પછીની વાત છે, અત્યારે આપણે ઇનેશિયલ સ્ટેજમાં છીએ, જ્યાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તરફ આગળ કેવી રીતે વધવું એ વિશે વિચારવું રહ્યું.”

ડૉકટર ઈશાન દ્વારા સવિસ્તાર માહિતી આપવામાં આવી, જે સાંભળીને અમારી આંખો ભરાઈ આવી હતી. ડૉક્ટર ઈશાનની અંદર અમને ઈશ્વર દ્રશ્યમાન થઈ રહ્યા હતા.

ક્રમશ…..

Leave a comment