એવું લાગે અનેક ભાગોમાં
એવું લાગે અનેક ભાગોમાં, જાણે ઓળખાયો છું,
હસ્ત ખાલી ખબર નથી, ભાવિ માટે શું? કમાયો છું.
ભરી લીધા બધાં ફૂલો નકામા, છાબમાં મેં અહી,
બચાવી રાખવા નાતાઓને, હું કૈ ઘવાયો છું.
કહ્યું દોસ્તોને ના માનો નકામો મને, છુ કામનો કૈં,
પછી જાણ્યું મેં, લેણું પુરવા ગીરો રખાયો છુ.
સિતારાને ચંદ્રની હોડ જાણે, લાગે આકાશે થઈ,
કદી એવું બને સૂરજ કહે, તુંજથી સવાયો છું.
ના માનો કે રસ્તાઓને ખબર નથી શું? રસ્તાઓની
જવાબો આપશો શું? અગર પૂછે કેમ ઘસાયો છું
નરેન્દ્ર ત્રિવેદી…….9429234243
nkt7848@gmail.com
One response to “એવું લાગે અનેક ભાગોમાં – નરેન્દ્ર ત્રિવેદી”
-
Good 👌🙏
LikeLike
Leave a comment