ખાલી જામ નથી હોતો
નશાખોર સામે, કદી, ખાલી જામ નથી હોતો,
ગુનેગાર સામે, કદી, ગુનો આમ નથી હોતો.
લાગણી ભર્યું હૈયું ભરાય, પછી છંછેડાય,
ચારેતરફ, તેનો કોઈ વિચાર નથી હોતો.
પશુ -પંખી જલચરમાં, હોય છે એક નેતા
શિસ્તમાં રાખવા માટે નો, આચાર નથી હોતો.
સત્ય કાચું લાગે, પાયો છે તો મજબૂત તેનો,
જૂઠું સત્ય લાગે, ત્યાં કોઈ આધાર નથી હોતો.
પ્રકૃતિનાં રંગે રંગાય, બધાં માણસો અહીં,
દોષ છે સંગનો, બાકી બદનામ નથી હોતો.
નરેન્દ્ર ત્રિવેદી…….
Leave a comment