શીર્ષક:- એકલતાને સમજી જાણીએ
(કાવ્ય ગોષ્ટિ)
એકલતા, મનુષ્ય જન્મ માટે શ્રાપ નથી,
એકલતા, અંતર્મનને ઓળખવાની ગુફા છે .
એકલતા, જિંદગીનો તપ છે,
એકલતા, કમળ વ્રત જીવન છે.
એકલતા, દ્રઢ સંકલ્પ સાથે સિદ્ધિ છે,
એકલતા, ધ્યાન સાધના માટે ઉત્તમ પંથ છે.
એકલતા, સંસારની આસક્તિઓથી મુક્તિનો સંદેશ છે.,
એકલતા, નિર્ભયતા ની ચાવી છે.
એકલતા, જિંદગીનું આનંદ ઉત્સવ છે,
એકલતા, પરમસુખ શાંતિનો પંથ છે.
એકલતા, જિંદગીનું સ્વાભિમાન છે,
એકલતા, આધ્યાત્મિક પથનો પ્રકાશ છે.
એકલતા, સ્વને ઓળખવાની ચાવી છે
એકલતા, આત્મજ્ઞાન નું પદ ચિન્હ છે.
એકલતા, આત્મબળ નું બળ છે, એકલતામાં, ચાંદ જેવું તેજ, ચંદ્ર જેવું શિતલતા છે.
એકલતા, ચિંતન મનનનું દિવ્ય સ્ત્રોત છે,
એકલતા, મનુષ્ય જન્મ માટે શ્રાપ નથી.
એકલતા, રાજ ઋષિ નું પ્રતીક છે,
એકલતા, રાજયોગ નો સંદેશ છે.
એકલતા, બ્રહ્મચારીનું રહસ્ય છે,
એકલતા, આશક્તિઓથી નિષેધ છે.
એકલતા, આધ્યાત્મિક પથ નું માર્ગ છે,
એકલતા, આધ્યાત્મિક પથનું ગૌરવ છે.
એકલતા, જીવનનું આનંદ ઉત્સવ છે,
એકલતામાં, પરમસુખ શાંતિ આનંદ છે.
એકલતા, ઈશ્વરની નિકટતાનો સ્ત્રોત છે,
એકલતા, પવિત્રતાનું પ્રતીક છે.એકલતા, મનુષ્ય જન્મ માટે શ્રાપ નથી, એકલતા, નિર્ણય પાવર શક્તિનું સ્તંભ છે.
ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
Spiritual writer
Email ID utsav.writer@gmail.com
M0 N0 9913484546
Ahmedabad
Leave a reply to Caleb Cheruiyot Cancel reply