નથી
પંખીને ગાવા માટે કોઈ વેરો નથી,
ફૂલોને મહેકવા માટે કોઈ પહેરો નથી,
પાનખરને જવા, વસંતને આવવા માટે,
પ્રકૃતિમાં ક્યાંયે કોઈ બખેડો નથી,
એક માણસ પાસે વિના કારણ,
ચિંતા વગરનો કોઈ ચહેરો નથી.
પર્વતને શિલાઓ પડશે કે રહેશે,
એવા આવતાં કોઈ વિચારો નથી,
સમુદ્રને અફાટ જળ રાશિ મળી,
પણ પોતીકો કોઈ કિનારો નથી,
એક માણસ પાસે વિના કારણ,
માને છે જિંદગીનો કોઈ સહારો નથી.
મધુકરને ઉડવું, ફૂલથી ફૂલ મધુ માટે દિનભર,
સંબંધો છે પણ, મધુકરને ત્યાં કોઈ ઉતારો નથી,
પ્હોંહ ફાટે, રવિ અંશુ પથરાય છે ધરા પર,
તુષારના બુંદનો, ફૂલો પર કોઈ ઇજારો નથી,
એક માણસ પાસે વિના કારણ,
દોડધામની જિંદગીનો કોઈ ઓવારો નથી.
નરેન્દ્ર ત્રિવેદી
Leave a comment