મારું બની ગયું
કોઈક આવ્યું ને જાણીતું બની ગયું,
પારકા વચ્ચે માનીતું બની ગયું.
માંગ્યા વિના તે મારું બની ગયું,
અપેક્ષા વિના તે આપણું બની ગયું.
સ્વીકાર્યા વિના તે પોતીકું બની ગયું,
પાસે રહીને તે સોગાત બની ગઈ.
‘તમે’માથી ‘તું’નો અહેસાસ બની ગયો,
આજની દરેક ક્ષણ તસ્વીર બની ગઈ.
કાગળ અને કલમ એક થયા તો ગઝલ બની ગઈ,
નજરથી નજર મળી તો એકરાર બની ગયો.
શમણા વિનાની રાત યાદગાર બની ગઈ,
જે તારું હતું તે મારું બની ગયું.
જયશ્રી વાઘેલા (મુંબઈ)
Leave a reply to Caleb Cheruiyot Cancel reply