આંખને તો
આખને તો સહેજ ઢળવાનું કહો,
આંસુથી પણ ક્ષણિક પલળવાનું કહો.
ખુશ્બૂથી બાગ મઘમધે, હવા મેહકી,
પ્રેમથી ફૂલને ઉઘડવાનું કહો.
છે, ઇન્તજાર, આંખો શ્રદ્ધાથી ભરી,
આપ, પણ ચરણને નિકળવાનું કહો.
ક્યાં સુધી તો, ઉધારી રહે જ્યોતની,
દીપકોને જરા પ્રજળવાનું કહો.
ઝાકળો પ્રેમથી વર્ષે અહીં પુષ્પ પર,
ઓસને ફૂલથી ટપકવાનું કહો.
નરેન્દ્ર ત્રિવેદી.(ભાવનગર)
*Nkt7848@gmail.com*
*9429234243*
############################
Leave a reply to કે ડી માધવાણી Cancel reply